CM પદે પોંખાવવા નીકળેલા નીતિન પટેલને માંડવેથી પરત વાળી ભાજપે અપમાનનું જૂતુ માર્યુ હતુઃ કોંગ્રેસ

By | October 27, 2020

કોંગ્રેસે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર વડોદરા નજીક કરજણ ખાતે ચૂંટણીપ્રચાર દરમિયાન જૂતુ (Gujarat_Nitin patel_Congress) ફેંકવામાં આવ્યુ તે ઘટનાને વખોડી કાઢી હતી. કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે આ ઘટનાને વખોડી કાઢતા જણાવ્યું હતું કે લોકશાહીમાં પોતાનો રોષ વ્યક્ત કરવાની આ પદ્ધતિ બિલકુલ વ્યાજબી નથી અને ચલાવી પણ ના લેવાય.પરંતુ ભાજપના નેતાઓ કોંગ્રેસ પર કેમ દોષનો ટોપલો ઢોળે છે એ સમજાતું નથી.

સભા ભાજપની, મંડપ ભાજપનો, નેતા-કાર્યકરો ભાજપના ને ચપ્પલ જ કોંગ્રેસની

નીતિન પટેલ જાહેર જીવનના સંનિષ્ટ (Gujarat_Nitin patel_Congress) રાજપુરુષ છે પરંતુ એ કોંગ્રેસની સભામાં આવ્યા નહોતા.સભા સ્થળ ભાજપનું , મંડપ ભાજપનો , નેતાઓ ભાજપના , કાર્યકર્તાઓ ભાજપના , ત્યાં હાજર ભીડ ભાજપ સમર્થક હોય ત્યાં કોંગ્રેસનો કાર્યકર્તા શું કામ જાય? આવી સાદી સમજણ પણ પડતી નથી ?કોઈ પણ ઘટના બને ત્યારે કોંગ્રેસ પર દોષારોપણ સિવાય કઈ સૂજતુ નથી.

ભાજપને સમજણ પડવી જોઈએ કે પ્રજા અને ભાજપના કાર્યકરને માથે (Gujarat_Nitin patel_Congress) તમે પક્ષપલ્ટુ ઉમેદવાર માથે ઠોક્યા છે એનો રોષ જનતા અને ભાજપના કાર્યકર્તાઓમાં છે જે એમના જ સભા સ્થળે વ્યક્ત કરી રહ્યા છે અને દોષ વિપક્ષને આપે છે.આ પહેલા પણ મુખ્યમંત્રી પદે પોખાવા નીકળેલા નીતિન પટેલને માંડવેથી પાછા વાળનાર ભાજપે અપમાનનુ જુતુ માર્યું ત્યારે પણ અમે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને આજે કોઈ તોફાની તત્વ દ્વારા જુતુ ફેકાયાની ઘટના બાદ પણ સંવેદના વ્યક્ત કરૂ છું, એમ પરમારે જણાવ્યું હતું.

કુલકર્ણીનું મોઢું કાળુ કરનારી ભગવી બ્રિગેડ જેવી માનસિકતા અમારી નથીઃ કોંગ્રેસ

અમે પ્રશાંત ભૂષણ પર હુમલો કરનારને યુવા મોરચાનુ પદ આપનાર સંસ્કૃતિના (Gujarat_Nitin patel_Congress) વાહક નથી. કુલકર્ણીનો મોઢું કાળું કરનારાને પ્રોત્સાહિત કરનાર ભગવાબ્રિગેડ જેવી માનસિકતા અમારી હોઈ જ ના શકે. રાહુલ ગાંધી પર પથ્થરો ફેકવાની ઘટનામાં અને મનમોહનસિંહ જેવા પ્રામાણિક અને સંનિષ્ઠ વ્યક્તિ પર જૂતુ ફેકાયું ત્યારે એ ઘટનામાં પ્રજાનો રોષ જોનારી ભાજપ આજે કોગ્રેસના નામે કાગારોળ કરી રહી છે પણ ભૂતકાળ પર નજર નથી કરતી.

ત્યારે ઘટનાને વખોડી હોત તો સમાજમાં દાખલો બેસત પરંતુ ત્યારે તો ખાનગીમાં તાળીઓ લેતા હતા.છતાં આવી ઘટનાઓ લોકશાહીમાં વ્યાજબી નથી અને તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી જ નથી.

આત્મારામ કાકાનુ ધોતીયુ ખેચનાર, દત્તાજીને જીવતા સળગાવવાનો પ્રયાસ કરનાર, સંજય જોશીની સેક્સ સીડીનુ કાવતરૂ કરનાર ભાજપ કયા મોઢે કોગ્રેસ પર દોષારોપણ કરી રહી છે તે સમજાતુ નથી . જે બન્યુ તે સદંતર ખોટું છે. સરકાર ભાજપની છે .જે કોઈ અપરાધી હોય તેને સજા કરે. બાકી કોગ્રેસનો હાથ તો ઊંઘમા પણ દેખાશે જ. કેમ કે પેટા ચૂંટણીમાં પરિણામ વિપરીત આવવાનો અંદેશો ભાજપને આવી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *