મણિપુરમાં કોંગ્રેસે ભાજપની સરકાર પાડી, Dy. સીએમ સહિત 4 ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા

By | June 18, 2020

મણિપુરમાં બીજેપીના નેતૃત્વવાળી સરકાર મુશ્કેલીમાં છે. બુધવારના રોજ નેશનલ પીપુલ્સ પાર્ટીના ઉપ-મુખ્યમંત્રી વાઇ જોય કુમાર સહિત નેશનલ પીપુલ્સ પાર્ટીના ચાર મંત્રીઓએ રાજીનામું આપીને બધા જ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. ત્રણ અન્ય લોકોએ રાજીનામું આપ્યું તેમાં ટ્રાઇબલ એન્ડ હિલ્સ એરિયા ડેવલપમેન્ટ મિનિસ્ટર એલ.કાયિશી, યુથ અફેયર્સ એન્ડ સ્પોર્ટ્સ મિનિસ્ટર લેતપાઓ હાઓકિપ અને હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર મિનિસ્ટર એલ. જયંત કુમાર સામેલ છે.

જોય કુમાર પાસે નાણામંત્રી નો પણ પદભાર હતો રાજ્યના મુખ્યમંત્રી એન બીરેન સિંહે અલગ-અલગ પત્રોમાં જોય કુમાર, હાઓકિપ અને કેયીશી ને કહ્યું, “હું આ સૂચિત કરું છું કે હું મણિપુર બીજેપીની નેતૃત્વવાળી સરકારથી રાજીનામું આપું છું.”

રાજ્યના ત્રણ બીજેપી ધારાસભ્ય એસ.સુભાષ ચંદ્ર સિંહ, ટીટી હાઓકિપ અને સેમ્યુઅલ જેંડાઈએ પણ રાજીનામું દઈને બુધવારે કોંગ્રેસ જોઈન કરી લીધી. 60 સદસ્યો વાળી મણીપુર વિધાનસભામાં ભાજપને હવે 18 ધારાસભ્યોનું જ સમર્થન છે. જોય કુમાર સિંહે કહ્યું કે ‘અમે અમારો આધિકારિક રાજીનામાનો પત્ર મુખ્યમંત્રી ને સોંપી દીધો છે.’

2017માં 60 સદસ્યો વાળી મણીપુર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 28 સીટો જીતી ને સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી. જ્યારે બીજેપી ફક્ત ૨૧ સીટ જીતી શકી હતી. પરંતુ બીજેપીના બીરેન સિંહના નેતૃત્વમાં સરકાર બની. ભાજપને નેશનલ પીપુલ્સ પાર્ટી (NPP), નગા પીપુલ્સ ફ્રન્ટ (NPF) અને લોક જનશક્તિ પાર્ટી (LJP) ને સમર્થન કર્યું હતું. NPP અને NFP પાસે 4-4 ધારાસભ્યો હતા જયારે એક ધારાસભ્ય LJP પાસે હતો. એક સ્વતંત્ર ધારાસભ્ય અનેક એપીએમસીના ધારાસભ્યએ ભાજપને સરકાર બનાવવા સમર્થન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *