5000 કરોડના કૌભાંડમાં કોંગ્રેસ નેતા અહેમદ પટેલની ED દ્વારા પૂછપરછ

By | June 27, 2020

સાંડેસરા ગ્રુપ વિરુદ્ધ 5000 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે ED કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના ઘરે પહોંચી હતી. EDએ ગુજરાત સ્થિત સ્ટર્લિંગ બાયોટેક પર ચાલી રહેલા લોન કૌભાંડ મામલે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. આજે ઇડી આ જ કેસમાં કોંગ્રેસના નેતા અહેમદ પટેલની પૂછપરછ કરી રહી છે. અહેમદ પટેલના પરિવારના પ્રમોટરો સાંડેસરા બંધુઓ સાથેના સંબંધની તપાસ ચાલી રહી છે. અહેમદ પટેલના પુત્ર અને જમાઈ બાદ તપાસ એજન્સીએ અહેમદ પટેલ ને નિશાને લીધા છે.

મની લોન્ડરિંગના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની ટીમે પહેલા પુત્ર અને જમાઈની પૂછપરછ કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓ, અમદાવાદ સ્થિત ફાર્મા ક્ષેત્રના કૌભાંડમાં સ્ટર્લિંગ બાયોટેકના સંચાલકો સાથે અહેમદ પટેલના પુત્ર અને જમાઇ વચ્ચેના સંબંધની તપાસ કરી રહી છે. ઇડી દ્વારા મની લોન્ડરીંગ એક્ટ (પીએમએલએ) હેઠળ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલનું નિવેદન નોંધવામાં આવ્યું છે કે પુત્ર ફૈઝલ અને જમાઇ ઇરફાન સિદ્દીકીએ પૈસાની લેતીદેતી માટે સ્ટર્લિંગ બાયોટેક કૌભાંડમાં નાણાંનો ઉપયોગ કર્યો હતો.

ગુજરાત સ્થિત ફોર્મા કંપનીનું સંચાલન વડોદરાનું સાંડેસરા પરિવાર કરે છે. આરોપ છે કે ફોર્મા કંપનીના પ્રમોટર્સ, સાંડેસરા બંધુઓ નીતિન અને ચેતન અને દિપ્તી સંદેસરાએ 14,500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી અને દેશ છોડીને ભાગી ગયા હતા. સરકારે તેમને ફરાર જાહેર કર્યા છે.

ધંધાનો વધારો કરવાનું કહીને સાંડેસરા બંધુઓએ સ્ટર્લિંગ બાયોટેકના નામે 5383 કરોડની લોન લીધી. આ લોન આંધ્ર બેંકની આગેવાની હેઠળના બેંકોના જૂથે આપી હતી. પરંતુ તેમણે તે જાણી જોઈને ચૂકવી નહીં. સીબીઆઈએ આખરે ઓક્ટોબર 2017 માં બેંકોની ફરિયાદ પર ફાર્મા કંપનીના પ્રમોટર્સ નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દિપ્તી સંદેશરા સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *