2500 રૂપિયાની જોબ છોડી આ વ્યક્તિ કરવા લાગ્યા ખેતી, હવે વર્ષના 14 થી 15 લાખ કમાય છે

By | June 7, 2020

લખનઉ. બી.ટેક નું ભણતર પુરુ કર્યા બાદ યુપીમાં રહેવા માટે ખેડૂત હિમાંશુ ગંગવાર હવે પ્રાકૃતિક ખેતી ના સહારે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી વર્ષના 14 થી 15 લાખ નો નફો કરી રહ્યા છે. તેમણે 2500 રૂપિયાની જોબ છોડી દીધી હતી. આજે તેમની કંપનીનું ટર્નઓવર લાખોમાં છે. તે 20 ડિસેમ્બર લખનઉમાં શરૂ થનાર શૂન્ય ખર્ચ કુદરતી કૃષિ શિબિર મા વિદેશ થી આવવા વાળા ખેડૂતોને ખેતીના ગુણ શીખવશે. હિમાંશુ એ dainikbhaskar.com સાથે વાત કરીને પોતાના અનુભવ જણાવ્યા.

2500 રૂપિયા ની જોબ છોડી દીધી

હિમાંશુ કહે છે કે “મેં 1993 માં નાગપુરની REC કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગ નું ભણતર મેળવ્યું હતું. તેના પછી 1994-96 સુધી લખનઉના સાર્વજનિક સાહસિકતા વિભાગમાં 2500 રૂપિયા સેલેરી માટે 3 વર્ષ સુધી આસિસ્ટન્ટ કોઓર્ડીનેટર ની જોબ કરી. 3 વર્ષ પછી 1996 મેં જોબ ને છોડી દીધી અને સાહિબાબાદ ના પેન્ટાગોન સ્ક્રુ અને ફાસ્ટર લિમિટેડ કંપની માં જોડાઈ ગયો. એ સમયમાં સેલરી ઓછી હતી. હું મારી જોબ થી સંતુષ્ટ નહોતો. 1998 માં જોબ છોડીને મારા ગામ જતો રહ્યો અને ખેતી કરવાનો નિર્ણય લીધો.”

બી.ટેક કર્યા પછી ખેતી કરવા ના નિર્ણય થી ઘરના લોકો નારાજ થયા

“હું જોબ છોડીને ગામમાં ખેતી કરવા આવ્યો, ત્યારે મારી માતા મારા નિર્ણયથી બિલકુલ પણ ખુશ ન હતા. તેમને લાગતું હતું મારા માટે ખેતી કરવા કરતા જોબ વધારે સારી છે.”

“મેં મારી માતાનું પણ ન માન્યું અને એક વિદેશી લેખકનું પુસ્તક વાંચીને ખેતી કરવાનું શરૂ કરી દીધું. પહેલી કોશિશમાં ઘણું નુકસાન થયું. પરંતુ મેં હાર ન માની અને મેં પ્રયાસ શરૂ રાખ્યો.”

“મારા નિર્ણય થી મારા પિતા અને ભાઈ બંને ખુશ હતા. તેમણે મને હિંમત આપી અને ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યો.”

“શરૂઆતમાં મને સતત અસફળતા મળી. પરંતુ મેં ખેતી કરવાનું છોડ્યું નહીં. મને ઘણીવાર ખેતી કરવા માટે શરમિંદગી પણ મહેસુસ કરાવવામાં આવી પણ હું શરમિંદા થયો નહીં.”

લાઇફમાં એવો યૂ-ટનૅ

“2011 માં દિલ્હીમાં આયોજીત એક મેળામાં કુદરતી કૃષિ પદ્ધતિ ના જન્મદાતા સુભાષ પાલેકર ની સાથે મારી મુલાકાત થઇ. પાલેકરે મને શૂન્ય ખર્ચ કુદરતી કૃષિ પદ્ધતિ ના વિશે જણાવ્યું અને મેં તેમને અનુસરી ખેતી કરવાનું શરૂ કરી દીધું.”

“તેના એક વર્ષમાં જ નફો લાખોમાં પહોંચી ગયો. હવે 20 એકર માં લગભગ 12 લાખ રૂપિયા 1 વર્ષની કમાણી થાય છે. મારો પરિવાર અને આડોશ પાડોશ ના લોકો પણ મારી દેખાદેખીમાં ખેતી કરવા લાગ્યા છે. મારો જુડવા ભાઈ પણ મારી સાથે ખેતી કરે છે.”

લગ્ન માટે પહેલા કોઈ તૈયાર નહોતું

“મેં બી.ટેક કરીને પહેલા એન્જિનિયર ની જોબ કરી અને પછી ખેતી નું કામ શરૂ કર્યું, ત્યારે છોકરીવાળા લગ્ન માટે તૈયાર નહોતા.”

“તેમને લાગતું હતું કે ખેડૂત છોકરા સાથે પોતાની છોકરી ના લગ્ન કરશે, તો તેમની છોકરી ખુશ નહીં રહે. આ ચક્કરમાં મારા ઘણા સંબંધો તૂટી ગયા. પરંતુ હું તેનાથી નિરાશ ના થયો અને મારા કામમાં લાગી રહ્યો.”

“પછી ઘણા સમય પછી ૩૫ વર્ષે મારા લગ્ન થઈ શક્યા. મારી જેમ જ મારા ભાઈ સાથે પણ એવું જ થયું. પરંતુ હવે મારા સસરા અને મારા પરિવારને મારા પર ગર્વ થાય છે.”

start-up થી હવે આવી રીતે લાખોની કમાણી કરી રહ્યા છીએ

“મેં મારા ભાઈની સાથે મળીને ખેતીની સાથે સાથે તેની ગોળની પેટા પ્રોડક્ટ ને પેક કરવાનું શરૂ કર્યું છે. મેં મારી એક કંપની બનાવી છે. જેને ગૌરવ ગોળનું નામ આપવામાં આવ્યું છે. “

“તેના સિવાય અમે શેરડીની એક ફસલ માં મૂંગ અને દાળ ઉગાવીને નફો ડબલ કરી રહ્યા છીએ. આ કામ મારી સાથે મારો ભાઈ સુધાંશુ ગંગવાર, માં અને મારી પત્ની અને સાસરી પક્ષના લોકો પણ સંભાળે છે.”

“શૂન્ય ખર્ચ કુદરતી કૃષિ કરવામાં દર વર્ષે 14-15 લાખ સુધી નફો કમાઈ લઉં છું. મારો આખો પરિવાર દેશના સફળ ખેડૂત ની પંક્તિ માં ઉભા છે. અમને અમારા સ્ટાર્ટઅપ પર ગર્વ છે.”

જીવીએ છીએ આવી life

“મારી પત્ની ડોક્ટર સંગીતાએ પીએચડી કર્યું છે અને આ સમયે યુનિવર્સિટીના જીયોગ્રાફી ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસરની પોસ્ટ પર કાર્યરત છે. અમારે એક છોકરો છે. ‌ તેનું નામ પિયુષ છે અને તે પાંચમા ધોરણમાં ભણી રહ્યો છે.”

“મારી સાથે મારો ભાઈ અને પરિવારના લોકો મારા કામમાં મને સહાયતા કરે છે. આ સમયે અમારી પાસે 20 એકરથી પણ વધારે ખેતી છે. મારી પત્ની મારા કામથી ખુશ છે. તે મને હંમેશા પ્રોત્સાહિત કરે છે.”

“હું હવે દેશમાં ફરી ને બીજા લોકોને પણ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવાની રીત ની જાણકારી આપું છું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *