એક વાર કોરોનાથી સાજા થયા પછી પણ ચેતીને રહેજો, શરીરમાં એન્ટીબોડી માત્ર આટલા દિવસ ટકે છે

By | October 15, 2020

જો તમે એ વાતને લઈને બેફિકર હો કે, તમને એકવાર કોરોના સંક્રમણ થઈ ચુક્યુ છે અને હવે ભવિષ્યમાં નહીં થાય તો તે તમારી ભૂલ છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ એ નિષ્કર્ષ પર પહોંચી છે કે, કોવિડ-19 સંક્રમણથી શરીરમાં વિકસિત એન્ટીબોડી સરેરાશ 100 દિવસો સુધી જ કામ કરે છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)ના મહાનિદેશક બલરામ ભાર્ગવે એ વાતની જાણકારી આપી છે. ICMRના આ નવા નિષ્કર્ષનો ઉદ્દેશ્ય એ છે કે, આ 100 દિવસો બાદ કોરોના વાયરસના ફરીથી સંક્રમણનું જોખમ વધુ પ્રમાણમાં રહે છે. ICMR કોરોના વાયરસના કેસોને ફરીવાર સંક્રમણને લઈને અનુસંધાન કરી રહી છે. તેના પર ICMR પ્રમુખ બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે, અત્યારસુધી ફરીવાર સંક્રમણના ત્રણ મામલા સામે આવ્યા છે. તેમાં મુંબઈમાં બે અને અમદાવાદમાં એક મામલો નોંધાયો છે.

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદના મહાનિદેશક બલરામ ભાર્ગવે કહ્યું કે, પરિષદે સરેરાશ 100 દિવસોની કટઓફ રાખવાનો નિર્ણય લીધો છે, જો એવું થશે તો કેટલાક અધ્યયનો અનુસાર, એન્ટીબોડીને ચાર મહિનાનું જીવન પણ માનવામાં આવશે. ભાર્ગવે વધુ માં કહ્યું કે, ફરીવાર સંક્રમણ એક સમસ્યા હતી, જેને પહેલીવાર હોંગકોંગના એક મામલાના અધ્યનનમાં વર્ણિત કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતમાં કેટલાક મામલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે, અમને WHOના કેટલાક આંકડા મળ્યા છે, જે દર્શાવે છે કે, હાલ દુનિયામાં આશરે બે ડઝન ફરીવાર સંક્રમણના મામલા છે. અમે ICMR ડેટાબેઝને જોઈ રહ્યા છીએ અને એ લોકો અંગે જાણકારી મેળવી રહ્યા છીએ, જેમની પાસે કેટલાક ડેટા છે. ફરીવાર સંક્રમિત થનારા લોકો સાથે ટેલીફોન પર વાતચીત કરીને ડેટા એકત્ર કરવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી એ નક્કી નથી થયું કે કોઈ વ્યક્તિ 90 દિવસ, 100 દિવસ કે 110 દિવસ બાદ ફરી સંક્રમિત થઈ શકે છે. પરંતુ હવે સરકારે તેની સમય મર્યાદા સરેરાશ 100 દિવસ રાખી છે. તે અનુસાર, 100 દિવસ બાદ ફરીવાર સંક્રમિત થવાનું જોખમ છે.

ડૉ. ભાર્ગવે એવું પણ કહ્યું કે, અમારી શોધમાં એ પણ જાણવા મળ્યું છે કે, કોરોના વાયરસ સતત રૂપ બદલી રહ્યું છે, જો તે સામાન્ય પરિવર્તન હોય અને તેનાથી કોવિડ-19 વેક્સીનની પ્રભાવશીલતા પર કોઈ અસર નહીં પડે, જે વર્તમાનમાં દુનિયાભરના ઘણા દેશોમાં અલગ-અલગ ફેઝના ટ્રાયલમાં છે. જણાવી દઈએ કે, ભારતમાં હાલમાં કોરોના વાયરસના મામલામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ તેના ફરીવાર સંક્રમણના ત્રણ નવા મામલા સામે આવવાથી જોખમ હજુ વધી ગયું છે. આથી હજુ પણ લોકોએ કોરોના વાયરસથી સાવચેત રહેવાની જરૂર છે.

આ ઉપરાંત દેશમાં રોજના સામે આવનાર નવા મામલાઓમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે અને સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 10 દિવસોથી પ્રતિ દિવસ મૃત્યુ પામેલ વ્યક્તિની સંખ્યા પણ હજારથી ઓછી બની રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે છેલ્લા પાંચ અઠવાડિયાથી પ્રતિ દિવસના સરેરાશ નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં સરેરાશ દૈનિક કેસોની સંખ્યા 92,830 હતી જે ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં ઘટીને 70,114 પર આવી ગઈ છે.

દેશભરમાં કોરોનાની સ્થિતિ સુધરી રહી છે. કેરળ, કર્ણાટક અને બંગાળમાં હાલત ઠીક નજર આવી રહ્યા નથી. કેરળમાં ફરીથી દેશભરમાં સૌથી વધારે નવા કેસો સામે આવી રહ્યા છે. કેરળમાં 8764, કર્ણાટકમાં 8191 અને બંગાળમાં 3631 નવા કેસો સામે આવ્યા છે. કેરળ અને બંગાળમાં સંક્રમિતોની સંખ્યા 3 લાખને પાર કરી ગઈ છે, જ્યારે કર્ણાટકમાં તેની સંખ્યા 7.26 લાખ છે.

તેમજ આ અગાઉ રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે, ICMRએ ફરીવાર સંક્રમણના મામલાઓ પર અધ્યયન કરવા માટે વિશેષજ્ઞોની એક સમિતિ બનાવી છે. તેમણે પોતાના રવિવારના સંવાદના પાંચમાં એપિસોડમાં પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર લોકોના સવાલોના જવાબ આપતા કહ્યું હતું કે, ICMRએ દેશમાં પુનઃ સંક્રમણના મામલાઓને જોવા માટે એક અધ્યયન શરૂ કર્યું છે અને તેના પરિણામની રાહ જોવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *