AAP ગુજરાતના ઉપાધ્યક્ષ ગોપાલ ઈટાલીયા પર અનાજનું કૌભાંડ ઝડપવા બદલ ખોટી FIR દાખલ

By | August 28, 2020

જાણવા મળતી માહિતી મુજબ તારીખ 25 ઓગસ્ટના રોજ સુરત ઓલપાડ ટાઉનના રામચોક સોનીફળિયા નજીક રાશન અનાજ માફિયા ખાટીક બંધુઓના બે ખાનગી ગોડાઉનમાં સરકારી અનાજના જથ્થાની ગુણો બદલી ખાનગી ગુણોમાં અનાજ ભરીને તમામ જથ્થો કાળા બજારમાં વેચવાના કાવતરુંમાં જીલ્લા પુરવઠા અધિકારી, પોલીસ, કલેકટર કચેરીના જાણથી જનતા રેડ પાડીને ગોપાલ ઈટાલીયા સમગ્ર મામલો બહાર લાવેલ હતા.

સરકારી અનાજમાં ઘઉં ૪૧૪ ગુણી, ચોખા ૫૨૧ ગુણી, ચણા ૧૨ ગુણ ગુણ સીવવાનું મશીન, ખાલી બારદાન ૬૯૯ નંગ મળીને રૂપિયા ૧૩ લાખ ૮૯ હજારની માલ કબજે કરવામાં આવેલ હતો. હજારો ગરીબ ઘરના લોકોને આપવાના બદલે આ રીતે દરોજ લાખો કરોડો રૂપિયાનું અનાજ સગેવગે કરીને રેશનીંગ અનાજ માફિયા ગરીબો ઉપર રાજ કરી રહયાં છે. જેનો હિસ્સો પુરોઠા અધિકારીથી લઈને ગાંધીનગર સુધી સમયસર નક્કીકારવામાં આવેલ રકમના રૂપમાં પોહન્ચે છે.

જાગૃત નાગરિકો દ્વારા જયારે પણ આ પ્રકારના કોભાંડો ઉઘાડા પાડવામાં આવે ત્યારે જાણે જાગૃત નાગરિક કોઈ મોટો ગુનો કર્યો હોય તેમ તંત્ર જોતા હોય છે. ગત અઠવાડિયામાં સુરત કઠોર ગામમાં પણ થયેલ અનાજ કોભાંડમાં હજુ કોઈ મજબૂત કાર્યવાહી થયેલ નથી. જે રેશનીંગ અનાજ માફિયા ખાટીક બંધુઓનું લાઇસન્સ રદ કરીને કાયદેસરની કાર્યવાહી થઇ હોઈ એમાં પણ અમુક સમય પછી જે તે દુકાન ફરીથી તેજ કૌભાંડી દ્વારા ખોલવામાં આવે છે. આમાંથી સ્પષ્ટ થઇ જાઈ છે કે ઉચ્ચ અધિકારીઓની તથા રાજકારણી અને નેતાઓની રહમ નજરથી આ કામો થઇ રહયાં છે.

તારીખ ૨૫.૦૮.૨૦૨૦ ના રોજ સુરત ઓલપાડના ટાઉનના રામચોક સોનીફળિયા નજીક રેશનીંગ અનાજ માફિયાનો કોભાંડ બહાર લાવવા બદલ જાગૃત નાગરિક અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ગોપાલ ઇટલીયા અને અન્ય ૬ વ્યક્તિઓ સામે સુરત ગ્રામ્ય પોલીસ સ્ટેશન ઓલપાડ ખાતે એફ.અઈ.આર દાખલ કરી છે. જેના અરજદારના આક્ષેપ મુજબ પીનલ કોડ ૧૪૩,૧૪૯,૪૪૮, ૫૦૪(૧), ૫૦૬ જેવી કલમો લગાવી ખાનગી વ્યક્તિની મિલકતમાં મંજૂરી વગર ઘુસવા, સુલેહનો ભંગ કરવા, ઉશ્કેરવા માટે ઈરાદાપૂર્વક અપમાન કરે, ધમકી આપે, કાયદા વિરુધની મંડળી બનાવવી જેવી કલમો લગાવી એફ.આઈ.આર દાખલ કરી છે. આ રીતે સરકારી તંત્ર માં થઇ રહેલ કોઈ પણ કોભાંડ બાહર લાવવા વાળાની સામે આ રીતે ખોટી કલમો લગાવી ગુનો નોંધીને ચુપ કરાવવાની રાજનીતિ હવે ક્યાં સુધી ચાલશે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *