મોદી સરકાર કોરોનાના દર્દી દીઠ નગરપાલિકાને આપે છે 1.5 લાખ રૂપિયા? હકીકત જાણવા અહીં ક્લિક કરો

By | August 25, 2020

કોરોના મહામારીના કેસ દેશમાં સતત વધી રહ્યાં છે. આ મહામારીની પરિસ્થિતિમાં વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર અનેક દાવા કરવામાં આવતા હોય છે. તેમાંથી કેટલાંક દાવા સાચા હોય છે અને મોટા ભાગના બોગસ. વોટ્સએપ પર પાછલા કેટલાંક દિવસોથી એક મેસેજ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તેવામાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર દરેક કોરોના પોઝિટિવ દર્દી માટે મ્યુનિસિપાલિટીને 1.5 લાખ રૂપિયા આપી રહી છે. અને આ જ કારણે કોર્પોરેશન તથા પ્રાઇવેટ ડોક્ટર્સ નોર્મલ તાવ અને શરદીના દર્દીને પણ કોરોનાના દર્દી ગણાવી રહ્યાં છે.

શું છે વાયરલ મેસેજની હકીકત?

મરાઠી ભાષામાં વાયરલ થઈ રહેલા આ વ્હોટ્સએપ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનને દરેક કોવિડ-19 દર્દીઓ માટે 1.5 રૂપિયા આપવાની કેન્દ્ર સરકારે ઘોષણા કરી છે. માટે લોકોને પ્રાર્થના છે કે તે સતર્ક રહે કારણ કે કોર્પોરેશન અને પ્રાઈવેટ ડોક્ટર્સ આ 1.5 લાખની લાલચમાં સામાન્ય તાવ અને શરદી વાળા દર્દીઓને પણ કોરોના દર્દી જણાવી રહ્યા છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ ફેક્ટ ચેકના ઓફિશ્યલ ટ્વીટર હોન્ડલે જણાવ્યું છે કે આ દાવો એકદમ ફેક છે અને કેન્દ્ર સરકારે આવી કોઈ ઘોષણા નથી કરી.

ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે, દાવો– વોટ્સએપ પર એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દરેક કોવિડ-19 દર્દી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને 1.5 લાખ રૂપિયા આપી રહી છે. જો કે પીઆઇબી ફેક્ટ ચેક: આ દાવો ફેક છે. સરકાર દ્વારા આવી કોઇ ઘોષણા કરવામાં નથી આવી. ભારતમાં કોવિડ-19 મહામારીના 3,100,000થી વધુ કેસ સામે આવી ચુક્યા છે.

2 thoughts on “મોદી સરકાર કોરોનાના દર્દી દીઠ નગરપાલિકાને આપે છે 1.5 લાખ રૂપિયા? હકીકત જાણવા અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *