અમદાવાદી મહિલાને 4G સિમકાર્ડ 8,50,017 રૂપિયાનું પડ્યું, વાંચવા માટે અહીંયા ક્લિક કરો

By | September 1, 2020

અમદાવાદના રાણીપમાં રહેતી અને ગાંધીનગરમાં ગુજરાત પસંદગી બોર્ડના અંગત સચિવના પી.એ.તરીકે નોકરી કરતી મહિલાને સીમકાર્ડ થ્રી-જી નેટવર્કમાંથી ફોર-જી નેટવર્કમાં અપગ્રેડ કરાવવાનું મોંઘુ પડયું હતું. આરોપીએ અપગ્રેડ કરવાને બહાને મહિલાના ખાતામાંથી રૂ.8,50,017 અન્ય ખાતામાં ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરતા રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

રાણીપમાં શિવકુંજ સોસાયટીમાં રહેતા રેખાબહેન સી.યાદવ ગાંધીનગરમાં ગુજરાત પસંદગી બોર્ડના અંગત સચિવના પી.એ.તરીકે નોકરી કરે છે. 9 જુન 2020ના રોજ તેમના મોબાઈલ પર અજાણી વ્યક્તિએ ફોન કરીને તે આઈડીયા કંપનીમાંથી બોલે છે અને તમારૂ આઈડીયા કંપનીનું સીમકાર્ડ થ્રી-જી નેટવર્કમાંથી ફોર-ૃજી નેટવર્કમાં અપગ્રેડ કરાવવું હોય તો મેસેજ મોકલું છું જેમાં વાય ટાઈપ કરીને રિપ્લાય કરો, એમ કહ્યું હતું.

આથી રેખાબહેને વાય ટાઈપ કરીને રિપ્લાય કર્યો હતો. બાદમાં આ શખ્સે બીજે દિવસે સાંજ સુધીમાં તમારૂ સીમકાર્ડ ફોર-જીમાં અપગ્રેડ થઈ ચાલુ થઈ જશે, એમ કહ્યું હતું. જોકે સીમકાર્ડ અપગ્રેડ ન થતા તેમણે શાહીબાગમાં આઈડીયા કસ્ટમર કેરમાં જઈને તપાસ કરતા તેમને આઈડીયા કંપની તરફથી આવો કોઈ ફોન કરવામાં આવ્યો નથી, એમ જમાવવામાં આવ્યું હતું.

જેને પગલે રેખાબહેનને શંકા જતા તેમણે આઈ.સી.આઈ.સી.આઈ.બેન્ક આંબાવાડી બ્રાંચમાં જઈને તપાસ કરતા તેમનો મોબાઈલ એકાઉન્ટ સાથે લીંક થયેલો હોવાનું જણાયું હતું.આથી તેમણે તેમના બીજા મોબાઈલ દ્વારા તેમનું બેન્ક એકાઉન્ટ ચેક કરતા તેમના ખાતામાંથી રૂ.2,71,424 અન્ય ખાતામાં ટ્રાન્સફર કરીને કોઈએ ઉપાડી લીધા હોવાનું જણાયું હતું.

તેમણે બેન્ક ખાતુ ફ્રીજ કરાવવાનું કહેતા બેન્ક મેનેજરે તેમના ખાતામાંથી રૂ.5,79,557 ની પ્રીૃએપ્વ્ડ લોન મંજુર કરાવી લઈ આ લોનના રૂપિયા પણ તમારા ખાતામાંથી અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લેવાયા હોવાનું કહ્યું હતું. આમ તેમની સાથે કુલ રૂ.8,50,017 ની છેતરપિંડી થતા તેમણે સાયબર ક્રાઈમમાં લેખિતમાં જાણ કરીને રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *