ભારત અને ચીન (ભારત-ચાઇના ફેસઓફ) વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. પૂર્વી લદ્દાખમાં સોમવારે રાત્રે ભારત-ચીન સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણ અને 20 સૈનિકોના બલિદાન બાદ, દેશભરમાં ચીન બનાવટની ચીજોનો બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિની વચ્ચે હવે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેનું નિવેદન બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં વેંચતા ચાઇનીઝ ફૂડનો બહિષ્કાર કરવો જોઈએ.
તેમણે કહ્યું, ‘રેસ્ટોરાંમાં અથવા રસ્તાની બાજુએ વેચાયેલા ચાઇનીઝ ખોરાક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. હું ભારતના લોકોને અપીલ કરું છું કે ચીની ચીજોની સાથે ચાઇનીઝ ખોરાકનો પણ બહિષ્કાર કરો. તેની પ્રતિક્રિયા પછી, ગો કોરોના ગો, મંચુરિયન, ગો ચાઇના ગો વગેરે ટેગ ટ્વિટર પર ટ્રેન્ડિંગ કરી રહ્યા છે.
‘ગો કોરોના ગો’ ના નારા આપનારા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આ વખતે ચીન પર પ્રહાર કર્યા છે. તમને જણાવી દઈએ કે, જ્યારે કોરોનાવાઈરસનો કહેર ભારતમાં થયો હતો, ત્યારે રામદાસ આઠાવલે એ ‘ગો કોરોના ગો’ ના નારા લગાવ્યા હતા. તેમનું આ સૂત્ર ખુબ ચર્ચામાં રહ્યું. આના પર લોકો ગીતો બનાવતા હતા અને આ શબ્દ દરેક જગ્યાએ વપરાવા લાગ્યો હતો. હવે તેમણે ચીન પર પ્રતિક્રિયા આપી અને ‘ગો ચાઇના ગો’ ટોપ ટ્રેન્ડ શરૂ થઇ ગયો. લોકો પ્રશ્ન કરે છે કે કોબી મંચુરિયન ભારતીય છે કે ચીની? લોકોએ આ અંગે મજેદાર પ્રતિક્રિયા આપી છે.
એક તરફ જ્યાં ચીન પાસેથી બદલો લેવાની માંગ કરવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ પડોશી દેશ સાથે વ્યાપારિક સંબંધો સમાપ્ત કરવાનો પણ અવાજ ઉઠી રહ્યો છે. સમાચાર એજન્સીઓ અનુસાર, લોકો ચાઇનીઝ ધ્વજ અને ચીની ચીજોને બાળી રહ્યા છે. તેમજ રાષ્ટ્રપતિ શી જિનપિંગના પુતળા પણ દહન કરાયા હતા.
દિલ્હીની ડિફેન્સ કોલોનીના લોકોએ ચીન સામે ‘યુદ્ધ’ કર્યું છે. આરડબ્લ્યુએએ ચીનમાં બનેલા માલનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. ચીનને આર્થિક રીતે તોડવાની અપીલ કરવામાં આવી રહી છે.