વરાછાના વિઘાર્થીઓના હિતમાં સરકારી સાયન્સ કોલેજ ખોલવાનો મોટો નિર્ણય

By | June 27, 2020

રાજ્ય સરકારે શુક્રવારે વરાછાના વિઘાર્થીઓના હિતમાં સરકારી સાયન્સ કોલેજ ખોલવાનો મોટો નિર્ણય લીધો છે, તાપી વાલોડની સરકારી વિમાન કોલેજના આચાર્ય છે, ભદ્રેશ પરમાર કહે છે કે ‘વરાછાની કોઈ સરકારી કે SMCની શાળામાં અથવા કોઈ સરકારી ઈમારતમાં કોલેજ શરૂ કરાશે. તે પછી યુજીસીના નિયમ મુજબ જગ્યા શોષી કલેક્ટર સાથે બેઠક કરી જમીન મેળવવા માટે દરખાસ્ત કરાશે અને તે મળ્યા પછી બાંધકામની પ્રક્રિયા હાથ ધરાશે.’

પ્રાથમિક જાણકારી મુજબ સરકારી વિજ્ઞાન કોલેજમાં 300 બેઠકો અપાય છે એટલે કે બે વર્ગ અપાયા છે. એક વર્ગમાં 150 વિઘાર્થીઓને ભણાવાશે, તે સાથે 30 વિદ્યાર્થીઓ પ્રયોગ કરી શકે એવી લેબોરેટરી બનશે.

આ કોલેજમાં પહેલા અને બીજા સેમેસ્ટરની વિદ્યાર્થિની ફી રૂ.1680 ઓછી અને વિદ્યાર્થીની ફી રૂ.2180 આસપાસ હશે, જે પછી બીજા અને ત્રીજા વર્ષમાં અનુક્રમે 100થી200નો વધારો થતો હોય છે, જો કે, આમા ફેરફાર આવી શકે છે. શુક્રવારે પ્રસિદ્ધ થયેલાં સરક્યુલરમાં વરાછામાં વિજ્ઞાન પ્રવાહ સાથે કોલેજ શરૂ કરવાની દરખાસ્ત રજૂ થઇ છે.

જો કે સ્થાનીક સ્તરેથી કોમર્સ અને આર્ટસ ફેકલ્ટીની પણ માંગ ઊઠી હતી. જે ન સમાવાતા વિદ્યાર્થીઓમાં કચવાટ પણ જોવા મળ્યો હતો. સુરત બેઠકના 12 ધારાસભ્યો સહિત જિલ્લાના ધારાસભ્યએ પણ વરાછામાં સરકારી કોલેજ શરૂ કરવા સદનમાં માંગ કરી હતી. જે આખરે સ્વિકારી લેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *