પોતાની નિષ્ફળતા છુપાવવા માટે સરકારે ફરી ડિજિટલ સ્ટ્રાઇકનો સહારો લીધો, PUBG સહીત 119 એપ બેન કરી

By | September 2, 2020

ભારત સરકારે લોકપ્રિય ગેમ PUBG સહીત 118 એપ પર પ્રતિબંધ મુકી દીધો છે. સરકારે આ વખતે 118 ચાઈનીઝ એપ બેન કરી છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે, આ એપ ભારત માટે ખતરો છે.

PUBG પર આ પહેલા ડેટા લોકલાઇઝેશનને લઈ સવાલ ઉઠતા હતા. જોકે તાજેતરમાં કંપનીએ તેની પોલિસીમાં બદલાવ કર્યો હતો. સરકાર દ્વારા પબજીનું લાઈટ વર્ઝન PUBG Mobile Lite પણ બેન કરી દેવામાં આવ્યું છે. આ તમામ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર અને આઈઓએસ પરથી દૂર કરવામાં આવી છે. એટલે કે એન્ડ્રોઇડ અને આઈફોન બંનેમાં આ એપ્સ કામ નહીં કરે. હાલ એપ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર જોઈ શકાય છે.

માહિતી અને ટેક્નોલોજી મંત્રાલયે કલમ 69એ અંતર્ગત આ મોબાઇલ એપ્સ પર બેન લગાવવાનો ફેંસલો કર્યો છે. અનેક ફરિયાદો મળ્યા બાદ આ સરકારે આ નિર્ણય લીધો છે. નિવેદન બહાર પાડીને જણાવાયું કે, આ એપ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હતો.

માહિતી અને ટેક્નોલોજી મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું કે, આ એપ્લિકેશન્સ ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે પૂર્વગ્રહયુક્ત છે.  જેનાથી ભારતના રાજ્યોના લોકોની સલામતિ પણ જોખમાઈ શકે છે. મંત્રાલયને એન્ડ્રોઈડ અને આઈઓએસ પ્લેટફોર્મ પરથી ઘણી મોબાઈલ એપ યૂઝર્સના ડેટા ચોરતી હોવાની ફરિયાદ મળી હતી.

સરકારે ડેટાની ચોરીના નામે આ 119 એપને બેન કરી છે. ડેટાની ચોરીના નામે તો અગાવ પણ એપ બેન કરી જ હતી. તો આ પાછળથી 119 એપ બેન કરવાની શું જરૂર? શું સરકાર -23.9% GDPથી જનતાનું ધ્યાન ભટકાવવા માંગે છે? કારણકે નેગેટિવ GDPના બીજા જ દિવસે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. શું 119 એપ બેન કરવાથી GDP વધી જશે? પ્રશ્નો ઘણા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *