જો Tiktok, Likee રાષ્ટ્રીય સુરક્ષામાં ખતરારૂપ છે તો સરકારે કેમ તેના પર એકાઉન્ટ બનાવ્યા હતા?

By | June 30, 2020

છેલ્લા કેટલાક સમયથી દેશમાં tiktok બેન કરવાની માંગ ઉઠી રહી છે. લોકો tiktok નો વિરોધ કરી રહ્યા છે. કાલે સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને tiktok સહીત 59 ચાઈનીઝ એપને બેન કરી દીધી છે. બ્લોક થયેલી 59 એપ્સ માં helo, tiktok, likee જેવી એપ્સ પણ સામેલ છે. આ એપ્લિકેશન્સને બેન કરવા પાછળનો તર્ક એ છે કે આ એપ્લિકેશનો વપરાશકર્તાનો ડેટા ચોરી કરી શકે છે. સરકારના આ તર્કથી ઘણા પ્રશ્નો ઉભા થાય છે.

જો tiktok ડેટા ચોરી કરે છે તો સરકારે તેના પર એકાઉન્ટ કેમ બનાવ્યું ?

સરકાર કહે છે કે tiktok ડેટા ચોરી કરે છે. અને આ અંગેની ફરિયાદ સરકારને કેટલા સમયથી મળી રહી છે. પરંતુ મુદ્દાની વાત તો એ છે કે સરકારે પોતે થોડા દિવસો પહેલા જ tiktok પર એકાઉન્ટ બનાવ્યું હતું અને તે વેરિફાઇડ પણ હતું. હાલ સરકારે આ એકાઉન્ટ ડીલીટ કરી નાખ્યું છે. જો સરકારને કેટલાય સમયથી tiktok ની ફરિયાદ મળતી તો તેના પર એકાઉન્ટ બનાવીને સમર્થન આપવાની શું જરૂર?

Likee પર પણ સરકારનું એકાઉન્ટ હતું

Likee એપ પર પણ સરકારનું કાલ રાત સુધી વેરિફાઇડ એકાઉન્ટ હતું. શું સરકારને કાલે રાતે જ ડેટા ચોરીની ખબર મળી હશે? પાછલાં કેટલાય સમયથી ફરિયાદ મળતી તો સરકારે Likee પર પણ શું કરવા એકાઉન્ટ બનાવ્યું હશે? સરકારે પોતાનો પ્રચાર કરવા જનતાના ડેટાને જોખમમાં મુક્યો? પ્રશ્નો ઘણા ઉભા થાય છે.

Helo માં પણ નેતાઓના વેરિફાઇડ એકાઉન્ટ

Helo એપ પણ સોશ્યિલ મીડિયા નેટવર્ક છે. Helo પર પણ ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓના વેરિફાઇડ એકાઉન્ટ્સ હતા. હજી પણ કેટલાય નેતાઓના એકાઉન્ટ તમે Helo એપ પર બ્લુ ટીક સાથે જોઈ શકો છો.

એપ બેન કરવાથી ફાયદો થશે?

એપ બેન કરવાથી હકીકતમાં કોઈ ફાયદો નથી થવાનો. આ લેખ લખવામાં આવ્યો તે સમયે 59 માંથી ઘણી એપ હજી પણ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. લોકો બ્રાઉઝરનો ઉપયોગ કરીને પણ તેમને ડાઉનલોડ કરી શકે છે. Paytm, Zomato જેવી કંપનીઓમાં પણ ચાઇનાનું મોટું રોકાણ છે. તેમને કેમ બેન નથી કરવામાં આવતા?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *