પેટ્રોલ-ડિઝલ નો ભાવ વધારીને કેન્દ્ર સરકારે 2,25,000 કરોડની કમાણી કરી

By | July 15, 2020

કોરોના વાઈરસ સામેની લડાઈમાં લૉકડાઉન દરમિયાન પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વધારવામાં આવતાં કેન્દ્ર સરકારને રૂ. 2,25,000 કરોડથી વધુનો ફાયદો થશે. બૂમબર્ગના અહેવાલ મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વિક્રમી ઘટાડા છતાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડયુટી અને અન્ય ટેક્સ વધારી દીધા હતા.

મે મહિનામાં કેન્દ્ર સરકારે ડીઝલ પર પ્રતિ લીટર રૂ. 13 અને પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. 10 એક્સાઈઝ ડયુટી વધારી દીધી હતી. આમ, સમગ્ર વિશ્વમાં ભારતમાં ઈધણ પર સૌથી વધુ 69 ટકા ટેક્સ લાદવામાં આવ્યો હતો. ઉપરાંત સરકારે ઈધણ પર રોડ સેસ પણ પ્રતિ લીટર રૂ. 8 વધારી દીધો હતો. કોરોનાના સંકટ સમયે આિર્થક સમસ્યાનો સામનો કરી રહેલી રાજ્ય સરકારોએ પણ પેટ્રોલ અને ડીઝલ પર સૃથાનિક ટેક્સ-વેટમાં વધારો કર્યો છે. પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવના કારણે કેન્દ્ર સરકાર અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓને છેલ્લા એક મહિનામાં દૈનિક અંદાજે 730 કરોડ રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે.

બૂમબર્ગ ઈન્ટેલીજન્સનું કહેવું છે કે આ વધારાથી સરકારને રૂ. 2,25,000 કરોડથી વધુનો વધારાનો લાભ થશે.

પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2019-20માં કેન્દ્ર અનેરાજ્ય સરકારોને પેટ્રોલિયમ પર ટેક્સના કુલ રૂ. 5.5 લાખા કરોડની આવક થઈ હતી.

આ વધારાની આવકના કારણે સરકારને કોરોના સંકટથી થનારૂં આિર્થક નુકસાન ભરપાઈ કરવામાં મદદ મળશે. કેન્દ્ર સરકારને ગરીબો અને પ્રવાસીઓ માટે કલ્યાણકારી યોજનાઓ હાથ ધરવામાં પણ મદદ મળી રહી છે. ઈન્ડિયન બાસ્કેટ ફૂડ એટલે કે ભારતમાં આવતા ક્રૂડ ઓઈલનો ખર્ચ છેલ્લા છ મહિનામાં 64 ટકાથી વધુ ઘટયો છે.

ડિસેમ્બર 2019માં ભારત માટે ક્રૂડ ઓઈલનો ખર્ચ પ્રતિ બેરલ 65.5 ડોલર હતો, ત્યાં એપ્રિલમાં તે ઘટીને માત્ર પ્રતિ બેરલ 19.9 ડોલર રહી ગયો હતો. જોકે, 7મી જૂન પછી તે થોડો વધ્યો છે. નવીન આંકડાઓ અને દિલ્હીના રેટને ધ્યાનમાં લઈએ તો દિલ્હીમાં વેચાતા પ્રતિ લીટર 80.43 રૂપિયાના પેટ્રોલ પર કેન્દ્ર સરકાર રૂ. 32.98 ટેક્સ વસૂલી રહી છે જ્યારે ડીઝલ પર પ્રતિ લીટર રૂ. 81.05 ઉપર રૂ. 31.83નો ટેક્સ લાગતો હતો.

સમગ્ર વિશ્વમાં અનેક દેશોમાં લૉકડાઉન સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ ઐતિહાસિક તળીયે પહોંચી ગયા હતા તેના થોડાક જ સમયમાં કેન્દ્ર સરકારે મે 2020માં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડયુટીમાં અનુક્રમે પ્રતિ લીટર રૂ. 10 અને રૂ. 13નો વધારો કર્યો હતો. વધારામાં રોડ સેસ પણ પ્રતિ લીટર રૂ. 8 વધાર્યો હતો. આમ, બંને ઈધણના રીટેલ ભાવમાં 69 ટકા ટેક્સનો સમાવેશ થાય છે, જે વિશ્વમાં કોઈપણ દેશમાં સૌથી વધુ કર છે.

વિકસિત દેશો પર નજર કરીએ તો ઈધણ પર ફ્રાન્સ અને જર્મનીમાં 63 ટકા, ઈટાલીમાં 64 ટકા, બ્રિટનમાં 62 ટકા, સ્પેનમાં 53 ટકા, જાપાનમાં 47 ટકા, કેનેડામાં 33 ટકા અને અમેરિકામાં 19 ટકા ટેક્સ છે. ગયા વર્ષના અંત સુધી ભારતમાં બંને ઈધણ પર ટેક્સનું યોગદાન 50 ટકા જેટલું હતું.

દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ખૂબ જ ઊંચા ભાવના કારણએ કોરોનાના સમયમાં આિર્થક કટોકટીમાંથી બહાર નિકળવાની ભારતીય અર્થતંત્રના પ્રયાસોને ફટકો પડી રહ્યો છે. ભારતના અર્થતંત્રની આજીવિકા સમાન ડીઝલના રિટેલ ભાવમાં એપ્રિલના અંતથી અત્યાર સુધીમાં અંદાજે 30 ટકાનો જ્યારે પેટ્રોલના ભાવમાં 16 ટકાનો વધારો થયો છે.

પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવે ચાર દાયકામાં સૌથી મોટા સંકોચનનો સામનો કરી રહેલા ભારતીય અર્થતંત્ર માટે વધુ સમસ્યા ઊભી કરી છે. ભારતમાં ટ્રાન્સપોર્ટેશન, કૃષિ સહિત અનેક ઉદ્યોગો માટે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ડીઝલ આિર્થક વૃદ્ધિ માટે મુખ્ય ચાલક બળ છે ત્યારે ડીઝલ પર ટેક્સમાં વધારો અસામાન્ય બાબત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *