‘આત્મનિર્ભર બનો’ કહેવા વાળી સરકારે જ પોતે ચાઈનીઝ એપ tiktok પર એકાઉન્ટ બનાવ્યું

By | June 12, 2020

જ્યારથી ભારત સરકારે આત્મનિર્ભર બનો નો નારો આપ્યો ત્યારથી જ સોશિયલ મીડિયા પર લોકો tiktok નો વિરોધ કરી રહ્યા છે. લોકો tiktok તેમજ તેના જેવી અન્ય ચાઈનીઝ એપ્લિકેશનને uninstall કરી રહ્યા છે. અને તેમને ખરાબ રહ્યો પણ આપી રહ્યા છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ‘આત્મનિર્ભર બનો’ એવું જનતાને શીખવાડવા વાળી સરકારે પોતે ચાઈનીઝ એપ tiktok પર @mygovindia નામે પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે.

Tiktok ની પોપ્યુલારિટી જોઈને ભારત સરકારે કોરોનાવાયરસ અંગે વધુ ને વધુ યુવાનો સુધી જાગૃતિ ફેલાવવા માટે tiktok પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે. આ ઓફિશ્યિલ પ્રોફાઈલ પર લખેલું છે કે ‘ભારત સરકારનું નાગરિકો સાથે જોડાવાનું માધ્યમ.’

ભારત સરકારના એકાઉન્ટમાં 909.1 K જેટલા ફોલોઅર્સ અને 6.5 મિલિયન લાઈક થઈ ગઈ છે. આ એકાઉન્ટ કોઈ બીજા એકાઉન્ટને ફોલો કરતું નથી. આ એકાઉન્ટ પર મોટાભાગે યોગા, કોરોનાવાયરસ વિશેની જાણકારી અને સરકારની સિદ્ધિઓ નો પ્રચાર કરવામાં આવે છે.

Tiktok પર MyGovIndia નું એકાઉન્ટ બ્લુ ટીક સાથે વેરિફાઇડ છે.

આ જોઈને નાગરિકો સ્તબ્ધ થઇ ગયા છે. એક સમયે ભારત સરકાર નાગરિકોને વિદેશી સામાન છોડીને ભારત આત્મનિર્ભર બનવા નો સંદેશ આપી રહી હતી. ત્યારે હાલ સરકારે જ tiktok અને Likee જેવા ચાઈનીઝ પ્લેટફોર્મ પર એકાઉન્ટ બનાવ્યું છે.

હાલ સૌ કોઈ જાણે છે કે ભારત અને ચીન વચ્ચે સીમા પર તણાવનો માહોલ છે. ચીની ભારતીય સીમામાં ઘૂસી આવ્યા હતા. હવે કથિત રીતે અઢી કિલોમીટર જેટલા પાછા ખસી ગયા છે આવા સમયે ભારત સરકારે ચાઈનીઝ એપ એકાઉન્ટ બનાવવું કેટલું યોગ્ય છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *