ગુજરાત પોલીસના જવાનોને હલકી ગુણવત્તાના સેનેટાઇઝર અપાયા, પોલીસ કોરોના સંક્ર્મણથી કઈ રીતે બચશે?

By | June 25, 2020

ગુજરાતમાં કોરોના સંક્રમણનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે પોલીસ વિભાગના કર્મચારીઓ પણ જીવલેણ વાઈરસનો ભોગ બની રહ્યાં છે. આવા સમયે ગુજરાત પોલીસના કર્મચારીઓને કોરોનાના સંક્રમણથી રક્ષણ આપવા માટે આપવામાં આવેલા હેન્ડ સેનેટાઈઝર હલકી ગુણવત્તાનુ નીકળતા મોટો સવાલ ઉભો થયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાજયમાં હાલના કોરોના પ્રકોપને જોતા પોલીસના જવાનો સંક્રમિત ના થાય, એ માટે નીરવ હેલ્થ કેર નામની કંપનીના હેન્ડ સેનેટાઈઝર છે વાપરવા માટે આપવામાં આવ્યા હતા.

ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન દ્વારા ખરીદી કરવામાં આવેલા હેન્ડ સેનેટાઈઝર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના લેબ ટેસ્ટિંગમાં ફેલ થયા છે. કોરોનાથી બચવા માટે નિરવ હેલ્થ કેર નામની કંપનીના હેન્ડ સેનેટાઈઝર રાજ્યના પોલીસ કર્મચારીઓને આપવામાં આવ્યા હતા.

હવે આ સેનેટાઈઝરનું ટેસ્ટિંગ કરવામાં આવતા તે ગુણવત્તાસભર ના હોવાનું સામે આવ્યું છે. જેના પગલે રાજયના પોલીસ વડાએ પોપીસ કર્મચારીઓને આ સેનેટાઈઝરનો ઉપયોગ ના કરવા માટેનો આદેશ આપ્યો છે. આ સિવાય આ પ્રકારના અન્ય કોઈ સેનેટાઈઝર હોય, તો તેની પણ માહિતી માંગવામાં આવી છે. જીએમએસસીએલ દ્વારા રાજય સરકારના વિવિધ વિભાગોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા કોર્પોરેશન ખરીદી કરતું હોય છે.

જેમાં માસ્ક, સેનેટાઈઝર અને દવાઓ સહિતની સામગ્રીઓ કોપોરેશન દ્વારા ખરીદી કરવામાં આવે છે. છે જે પૈકી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ સેનેટાઈઝરના નમૂના લેવામાં આવ્યા હતા.

જેમાંથી કુલ ૧૫ નમૂના ફેઈલ થયા હોવાનું સામે આવ્યું છે. જો કે તેનું લેબ પરીક્ષણ કરતા સેનેટાઈઝર યોગ્ય ગુણવત્તાસભર નહીં હોવાનું સામે આવ્યું છે જેના પગલે રાજયના તમામ પોલીસ વડા તમામ પોલીસ કમિશનર તમામ રેન્જવડા સહિત રાજયની તમામ અનામત પોલીસ દળના જવાનો આ હેન્ડસે નેટાઈઝર નો ઉપયોગ ન કરે તેવી સૂચના આપવામાં આવી છે. સેનેટાઈઝરનો ઉપયોગ ના કરવાનો આદેશ આપ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *