નવરાત્રી તો થશે, પણ ધ્યાનમાં રાખવા પડશે આ નિયમો..

By | August 28, 2020

કોરોના મહામારીના કારણે પહેલા તો નવરાત્રી લગભગ અશક્ય લાગી રહી હતી, પરંતુ 30 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારની નવી ગાઇડલાઈનમાં ખ્યાલ આવશે કે નવરાત્રિ કેવી રીતે ઉજવાશે. આ ગાઈડલાઈનમાં કયા મુદ્દાઓ મહત્ત્વના રહેશે તે સમય જણાવશે. પરંતુ ગાઈડ લાઇન પહેલા અમદાવાદી ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આયોજકો દ્વારા એક ગાઈડલાઇન તૈયાર કરવામાં આવી રહી છે. તો ચાલો જાણીયે શું છે ગાઇડલાઇન…

સૌ પ્રથમ ખેલૈયાઓ માટે ગ્રાઉન્ડ સેનિટાઈઝ કરવામાં આવશે. ગ્રાઉન્ડ કેપીસિટીના ફક્ત 30% ખેલૈયાઓને જ મળશે એન્ટ્રી. એન્ટ્રી ગેટ પર સેનીટાઇઝર ટનલ ઊભી કરાશે અને ગ્રાઉન્ડ પર કોર્પોરેશનના ધન્વંતરી રથ રહેશે. આ સાથે ખેલૈયાઓને માસ્ક અને સેનીટાઇઝર અપાશે. આ તમામ સૂચનો ગુજરાતના ગરબા આયોજકોએ મુખ્યમંત્રીને પણ આપ્યા છે. આ અંગે વાતચીત કરતા નવરાત્રી આયોજક ગ્રિષ્મા ત્રિવેદી એ જણાવ્યું કે કોરોનાને કારણે નવરાત્રી બંધ રહશે તો ઘણાં સામાન્ય લોકાને સૌથી મોટી અસર થશે.

લાઈટ સાઉન્ડ અને ડેકોરેશન વાળા ખાસ નવરાત્રિમાં જ કમાણી કરતાં હોય છે. ત્યારે તમામ તૈયારીઓ સાથે અમદાવાદના આયોજકો અને ખેલૈયાઓ નવરાત્રી માટે તૈયાર થઈ ચૂક્યા છે. કન્ટેન્મેન્ટ ઝોન માં નવરાત્રી નહીં થાય તે તો પાક્કું છે પરંતુ કન્ટેન્મેન્ટ ઝોન સિવાય જૂની અને જાણીતી જગ્યાએ કેવી રીતે નવરાત્રી કરવી તે પણ મહત્વનો મુદ્દો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *