ખેડૂતો માટે આનંદના સમાચાર, આવક બમણી કરવાની તૈયારીમાં છે મોદી સરકાર

By | July 2, 2020

કેન્દ્ર સરકાર ખેડૂતોની વિવિધ યોજનાઓના આધારે ડેટાબેઝ બનાવવાની તૈયારીમાં છે. સરકાર ઈચ્છે છે કે, ખેડૂતો સાથે જોડાયેલી બધી યોજનાઓનું ડિજિટલીકરણ કરવામાં આવે, જેથી ખરીદ સંબંધી પૈસા તેમના ખાતમાં સીધા ટ્રાંસફર થઇ શકે. અધિકારીઓનુ માનીએ તો, આ ડેટાબેસમાં ખેડૂતો વિશે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ હશે. દાખલા તરીકે તેમની પાસે કેટલી જમીન છે? હાલમાં તેની પાસે 9 રાજ્યોના 5 કરોડ ખેડુતોની માહિતી હશે અને બાદમાં બાકીના રાજ્યોના ખેડૂતોને પણ જોડવામાં આવશે.

ખેતરોની પણ સેટેલાઈટ ઇમેજ રાખશે સરકાર :-

કૃષિ વિભાગને નવગઠિત ડિજિટલ ડિવિઝનના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે જણાવ્યું છે કે, 30 જૂન સુધી આ ડેટાબેસ તૈયાર થઈ જશે છે. આ ડેટાબેસમાં ખેડૂતોના ખેતરોની સેટેલાઈટ ઈમેજ હશે. આ આધાર પર ખેડૂતોને સલાહ આપવામાં આવશે કે, તેઓ પોતાના ખેતરમાં કેવા પ્રકારના પાકનુ વાવેતર કરી શકે છે. આ ખેડૂતોને ભરપૂર પાક અને સારા ભાવ પણ મળશે.

ઉત્પાદનમાં પણ થશે ધરખમ વધારો :-

પીએમ-કિસાન સમ્માન નિધિ સ્કીમના મુખ્ય કાર્યકારી અધિકારીનુ કહેવુ છે કે, આ ડેટાબેસને ફાર્મ ટેકનોલોજી કંપનીઓની સાથે પણ શેર કરવામાં આવી શકે છે. તેથી તે ઉત્પાદકતા વધારવા માટે નવી-નવી રીત જણાવે. સાથે જ આ ડેટાબેસ થકી તે પણ સુનિશ્વિત થઈ શકશે કે, ખેડૂતોને તેમના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર થકી પૈસા ટ્રાંસફર કરવામાં આવી શકે.

પીએમ-કિસાનથી કરોડો ખેડૂતોને થશે લાભ :-

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમ હેઠળ 9.85 કરોડ લોકોને લાભ મળી ચૂક્યો છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા મળે છે. મોદી સરકાર 2 હજાર રૂપિયાનો છઠ્ઠો હપ્તો 1 ઓગષ્ટથી મોકલવાનો શરૂ કરશે. દેશમાં લગભગ 1.3 કરોડ ખેડૂતોની અરજી બાદ પણ પીએમ કિસાન સ્કીમનો પૈસા નથી મળી શક્યા. તેનુ કારણ પણ એ છે કે, તેન આધાર એપડેટ નથી. અથવા રેવન્યુ, આધાર અને બેન્ક એકાઉન્ટ અને ફોન નંબરમાં ગરબડી છે. આ રીતે લોકો આ નંબર પર પોતાનુ સ્ટેટસ જાણકારી ભૂલને સુધારી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *