કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, લોકડાઉનમાં બુક કરેલી પ્લેનની ટિકિટોના પૂરા પૈસા પાછા મળશે

By | September 7, 2020

જીવલેણ કોવિડ-19 દરમિયાન પ્રથમ અને બીજા લોકડાઉનમાં બુક કરાયેલી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફલાઇટની  ટિકિટોનું એરલાઇનો દ્વારા સંપૂર્ણ રિફંડ અપાશે, એમ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકે સુપ્રીમ કોર્ટમાં મૂકેલી દરખાસ્તમાં કહ્યું હતું. અન્ય તમામ કેસમાં એરલાઇનો મુસાફરો પાસેથી ભેગા કરેલા પૈસાનું પંદર દિવસમાં વળતર આપી દેશે, એમ સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરેલી એક એફિડેવિટમાં ડીજીસીએ એ કહ્યું હતું.

સરકારે લૉકડાઉનના પહેલા તબક્કામાં 3 મે સુધીની હવાઈ મુસાફરી માટે બુક કરાવેલી વિમાનની ટિકિટો પર એરલાઈન કંપનીઓને ત્રણ અઠવાડિયાંની અંદર ગ્રાહકોને પૂરા પૈસા પરત કરવાનો આદેશ કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુરુવારે આ મુદ્દે એક એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લૉકડાઉનના પહેલા તબક્કા એટલે કે 25 માર્ચથી 14 એપ્રિલની વચ્ચે જો એરલાઈન કંપનીઓએ લૉકડાઉનના પહેલા કે બીજા તબક્કા (25 માર્ચથી 3 મે) માટે ટિકિટો બુક કરી હોય, અને તેમને ‘બુકિંગનાં નાણાં લૉકડાઉન જ મળી ગયાં હોય’તો તેમને ટિકિટ કેન્સલ કરાવનારા ગ્રાહકોને તેમના પૂરેપૂરા પૈસા પાછા આપવા પડશે. આ નાણાં ત્રણ અઠવાડિયાંની અંદર ગ્રાહકોને પરત કરી દેવાનાં રહેશે.

જોકે આ એડવાઈઝરીથી એરલાઈન કંપનીઓને પૈસા લૉકડાઉનના પહેલા અને બીજા તબક્કામાં મળવાની શરતથી એજન્ટ અને ક્રેડિટ કાર્ડના માધ્યમથી ટિકિટો બુક કરાવનારા પ્રવાસીઓને મુશ્કેલી થઈ શકે છે, કારણ કે સામાન્ય રીતે એજન્ટો થોડા સમય પછી એરલાઈન્સને પૈસા ચૂકવતા હોય છે. ક્રેડિટ કાર્ડ કંપનીઓ પણ મર્ચન્ટ્સને પૈસા આપવામાં થોડા દિવસ લે છે. 

આ અગાઉ લૉકડાઉન દરમિયાન ખાનગી એરલાઈન કંપનીઓ દ્વારા ટિકિટનાં બુકિંગ અને રિફંડને લઈને આવી રહેલી ફરિયાદોને ધ્યાને લઈને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બુધવારે વીડિયો કોન્ફરન્સિંગથી આ ખાનગી એરલાઈન કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. તેમની સાથે વાતચીત કર્યા પછી જ મંત્રાલયે આ એડવાઈઝરી જાહેર કરી છે.

જો પહેલા  અને બીજી લોકડાઉનમાં મુસાફરી કરવા ટિકિટો બુક કરાવી હશે, એટલે કે 25 માર્ચથી 14 એપ્રિલ  અને 25 માર્ચથી ત્રીજી મે  વચ્ચે ટિકિટો બુક કરાવી હશે તો તમામ ટિકિટધારકોને  એરલાઇન દ્વારા તરત જ ફુલ રિફંડ અપાશે.

16 એપ્રિલ 2020 પછી કોઇપણ એરલાઇન ટિકિટ બુક કરી શકતી નહતી,છતાં તેમણે બુક કરી હશે તો પણ તમામ રકમ પરત કરાશે, એમ એફિડેવિટમાં કહેવામાં આવ્યું હતું. ડીજીસીએ એ કહ્યું હતું કે  એરલાઇન સહિત વિવિધ હિતધારકો સાથે કરેલી મંત્રણાઓ પછી તેઓ મુસાફરો અને કંપનીઓના ભલાની હિત માટે કામમાં લઇ શકાય એવા તારણ પર આવ્યા હતા.

પ્રવાસી લીગલ સેલ નામની એક સ્વૈચ્છીક સંસ્થા દ્વારા 12 જૂને કરાયેલી જોહર હિતની અરજીની સુનાવણી વખતે  સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર, ડીજીસીએ અને એરલાઇનોને  ચર્ચા કરીને કોઇ સ્પષ્ટ ઉકેલ લાવવા  કહ્યું હતું .કોરોનાના કારણે રદ કરાયેલા ફલાઇટો માટે  કોર્ટે  ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફલાઇટ તમામ નાણા કેવી રીતે પરત કરવા તે અંગે કોઇ યોજના ઘડી કાઢવા સુચન કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *