નાણાં પ્રધાને આપ્યા સંકેત, ટુ-વ્હિલરની ખરીદીમાં ન કરતા ઉતાવળ, જીએસટી દરમાં થઇ શકે છે ફેરફાર

By | August 26, 2020

નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે મંગળવારે કહ્યું હતું કે ટુ વ્હીલર ન તો કોઈ લક્ઝરી આઇટમ છે કે ન તો તે નુકસાનકારક ચીજોની શ્રેણીમાં આવે છે. તેથી, આના આધારે ગુડ્ઝ અને સર્વિસ ટેકસમાં સુધારા કરવા જરૂરી છે.

ભારતીય ઉદ્યોગ સંઘ સાથે યોજાયેલી બેઠકમાં સીતારામણે કહ્યું હતું કે, જીએસટી કાઉન્સિલની બેઠકમાં દ્વિચક્રી વાહનો પરના જીએસટી દરમાં સુધારાના મામલા પર વિચારણા કરવામાં આવશે. સીઆઈઆઈ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. નાણાં પ્રધાનનું આ નિવેદન ગુરુવારથી શરૂ થનારી જીએસટી કાઉન્સિલની 41 મી બેઠક પહેલાં આવ્યું છે.

જીએસટી ટૂ વ્હીલર્સ ઉપર 28% જેટલો દર

તમને જણાવી દઈએ કે હાલમાં જીએસટી ટૂ વ્હીલર્સ ઉપર 28 ટકાનો દર લગે છે. ગયા વર્ષે દેશની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક હિરો મોટોકોર્પે પણ સરકારને આ અંગે અપીલ કરી હતી. 150 સીસી મોટરસાયકલથી પ્રારંભ નિષ્ણાંતોના મતે, જીએસટીના 18 ટકા સ્લેબમાં 150 સીસી મોટરસાયકલ લાવીને તેની શરૂઆત કરી શકાય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ટુ વ્હીલર્સ પર જીએસટી દર ઘટાડવાના પ્રશ્ને સીતારામણે ખાતરી આપી હતી કે આ ખરા અર્થમાં આ એક સારો સૂચન છે કારણ કે વાહનની આ શ્રેણી ન તો વિલાસી કેટેગરીમાં આવે છે કે ન તો તે નુકસાનકારક છે.” તે કોમોડિટીની કેટેગરીમાં આવે છે, તેથી તેના દરમાં ફેરફાર થઈ શકે છે. આ મુદ્દાને જીએસટી કાઉન્સિલ સમક્ષ મુકવામાં આવશે.

ટુ-વ્હીલર લાખો મધ્યમ વર્ગના લોકોની પાયાની જરૂરિયાત

એએમઆરજી અને એસોસિએટ્સના સિનિયર પાર્ટનર રજત મોહને જણાવ્યું હતું કે મોટરસાયકલો, મોપેડ અને સાયકલો ઉપર જીએસટી સૌથી વધુ 28% ના દરે વસૂલવામાં આવે છે. ટુ-વ્હીલર આજે દેશના લાખો મધ્યમવર્ગીય પરિવારોની પાયાની જરૂરિયાત બની છે. પરંતુ જીએસટીના કિસ્સામાં તેને તમાકુ, સિગાર, પિસ્તોલ જેવી હાનિકારક ચીજોની કેટેગરીમાં રાખવામાં આવી છે.

27 ઓગસ્ટે યોજાશે જીએસટી કાઉન્સિલની બેઠક

જો સરકાર આ અંગે નિર્ણય લેશે, તો પછી શક્ય છે કે ઉત્સવની સિઝનમાં તમને સસ્તા ભાવે ટુ-વ્હીલર મળશે. તમને જણાવી દઈએ કે જીએસટી કાઉન્સિલની બેઠક આવતીકાલે એટલે કે 27 ઓગસ્ટે યોજાનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *