અંબાજી પોલીસની નિર્દયતા : પ્રસુતિ માટે જતી માતાની ગાડી રોકતા બાળકનું ગર્ભમાં જ મોત

By | July 14, 2020

અંબાજી પોલીસનું નિર્દયતા ભર્યું વર્તન સામે આવ્યું છે. જ્યાં પોલીસની એક ભૂલે માનવતા ને નેવે મૂકીને એક નવજાત બાળકનું કાસળ કાઢી નાખ્યું છે. અંબાજી પોલીસની અકડાઈ ના લીધે ગર્ભ માં રહેલા નવજાત નું કરુણ મૃત્યુ નિપજયાના સમાચારો સામે આવી રહ્યા છે.

જાણકારી મુજબ 2 દિવસ અગાઉ રાત્રે અંબાજીના રબારી સમાજ ની એક ગર્ભવતી મહિલા ને ડિલિવરી પેઈન ઉપડતા એના સગા સંબંધીઓ ગાડી લઈને પાલનપુર જવા રવાના થયા હતા. પરંતુ અંબાજી સર્કલ પર ફરજ પર ના પોલીસકર્મીઓ એ ગાડી માં રહેલા દર્દી ના સગાઓએ માસ્ક ના પહેર્યું હોવાથી કાયદેસર કાર્યવાહી કરવાનું કહ્યું.

દર્દીના સગાઓએ આજીજી પૂર્વક કહ્યું કે સાહેબ ગાડી માં સગર્ભા બહેન છે જેને દવાખાન પહોંચાડવા જરૂરી છે આપ જે પણ કાયદેસર કરવાનું થાયતે ઝડપી કરી ને અમોને જવાદો. અમે અંબાજીના જ છીએ આ મહિલાને દવાખાને મૂકી ને અમે પોલીસ સ્ટેશને હાજર થઈશું.

પણ પોલીસકર્મીઓ દિલમાં માનવતા નામશેષ થઈ ગઈ હોય તેમ દર્દી સાથેની ગાડીને અંબાજી પોલીસસ્ટેશન પર લઈ ગયા હતા. દર્દ થી કણસતી મહિલા ની પરવા કર્યા વગર પોલીસે કાયદેસર કામ કરવાના બહાને એક કલાક થી વધુ સમય સુધી ગાડીને અંબાજી પોલીસ સ્ટેશને રોકી રાખી હતી.

જેમ તેમ પોલીસ ના કામ માંથી છુટકારો મેળવ્યો ત્યાં સુધી સગર્ભા મહિલા ની હાલત બગડતી જતી હતી…પાલનપુર દવાખાને પહોંચ્યા ત્યાં સુધી હાલત બદતર થતા દર્દી ને પાટણ રીફર કરવામાં આવ્યા..જ્યાં ડોકટરે ડિલિવરી કરતા મૃત બાળક પેદા થયું.

ડોકટરે પણ કહ્યું કે એકાદ કલાક વહેલા આવ્યા હોત તો બાળક બચી_જાત. દર્દી રહેલી ગાડી ને માસ્ક ના હોવાના કારણે અંબાજી પોલીસે રોકી રાખતા એક ના જન્મેલા બાળકનું કહું કરવામાં આવ્યું છે. પોલીસ નું આવુ જડ વલણ માનવતા વિહોણું છે. દુનિયા માં આવતા એક જીવ ની હત્યા અંબાજી પોલીસ ના જડ વલણ ના કારણે થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *