ગુજરાત સરકારે જાહેર કર્યું 14000 કરોડનું પેકેજ, જાણો તમને શું મળશે?

By | June 4, 2020

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણની સ્થિતિમાં લોકડાઉન ને કારણે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે તેમાંથી જનજીવન, વેપાર ધંધો, રોજગાર, ઉદ્યોગ પુન: ધબકતા કરવા રાજ્ય સરકાર દ્વારા ૧૪ હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

ભારત સરકારના પુર્વ નાણા સચિવ ડો.હસમુખ અઢિયા ના અધ્યક્ષ પદે રાજ્ય સરકારે જે કમિટીની રચના ઇકોનોમિક્સ ની ભલામણો સૂચવવા કરી હતી. આ કમિટીએ તેનો ઇન્ટર રિપોર્ટ રાજ્ય સરકારને ત્રણ દિવસ પહેલા આપ્યો હતો. આ રિપોર્ટનો સંપૂર્ણ અભ્યાસ કરીને રાજ્ય સરકારે 14022 કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું છે.

મિલકત વેરા બિલ વીજળી બિલ અને વાહન કરમાં માફી અને રાહત

આત્મનિર્ભર પેકેજ હેઠળ વાણિજ્ય એકમોને વર્ષ 2020-21ના વાર્ષિક પ્રોપર્ટી ટેકસમાં ૨૦ ટકાની માફી આપવામાં આવી છે. રૂપિયા ૬૦૦ કરોડની આ માફીનો લાભ રાજ્યના ૨૩ લાખ વાણિજ્ય એકમોને મળશે. શહેરી વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સ 31 જુલાઈ 2020 સુધી ચુકવવામાં આવશે તો 10% માફી મળશે. જેનો લાભ ૭૨ લાખ પ્રોપર્ટી ધારકોને થશે.

માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોને 100 યુનિટનું વીજળી બિલ એક વખત માટે માફ કરવામાં આવશે. આથી રૂપિયા ૬૫૦ કરોડના વીજ બિલ માફી નો લાભ રાજ્યના 92 લાખ વીજ ગ્રાહકોને થશે.

વિવિધ નાની દુકાનો જેમકે કરિયાણાની દુકાન, કાપડ ની દુકાન, મેડિકલ સ્ટોર, હાર્ડવેર, કલરકામ, પ્રોવિજનલ સ્ટોર વગેરેને lockdown દરમ્યાન કોઈપણ આવક થઈ ન હતી. આથી તેમને આર્થિક રાહત આપવાના હેતુથી જૂન, જુલાઈ અને ઓગસ્ટ ના એમ ત્રણ મહિના માટે લાગતો વીજકર ૨૦ ટકાથી ઘટાડીને ૧૫ ટકા કરવામાં આવશે. જેનો લાભ 30 લાખ દુકાનદારોને થશે.

ઉદ્યોગ વ્યવસાયોને પ્રોત્સાહન

કોરોના મહામારીને કારણે રાજ્યમાં ધીમી પડેલી ઔદ્યોગિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે રૂ 768 કરોડની કેપિટલ અને વ્યાજ સબસીડી નું 31 જુલાઈ 2020 સુધીમાં ચુકવણું કરવામાં આવશે. રાજ્યના ટેકસટાઇલ ઉધોગોને રૂપિયા ૪૫૦ કરોડ કેપિટલ અને વ્યાજ સબસીડી નું ચુકવણું 31 જુલાઈ 2020 સુધીમાં કરવામાં આવશે.

રાજ્યના 32 સો કરતાં પણ વધુ વેપારીઓને ૧૨૦૦ કરોડનું પડતર વેટ અને GST રિફંડ 31 જુલાઈ 2020 સુધીમાં ચૂકવવામાં આવશે. રાજ્યના ૨૭ હજારથી વધુ ઉદ્યોગસાહસિકોને બાજપેયી બેંકેબલ યોજના માં 190 કરોડની સબસીડીની રકમ 31 જુલાઈ પહેલા ચૂકવવામાં આવશે.

કૃષિ, પશુપાલન અને મત્સ્યઉદ્યોગ

રાજ્યના ૨૪ લાખ ખેડૂતોને ૩૯ હજાર કરોડ રૂપિયાનું ટૂંકી મુદત નું પાક ધિરાણ 0% વ્યાજ દરે સહકારી બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકો વગેરે મારફતે આપવામાં આવશે. આ લોન નું સંપૂર્ણ ૭ ટકા વ્યાજ(4% ગુજરાત સરકાર અને 3% ભારત સરકાર) સરકાર ચૂકવશે. દેશી ગાય આધારિત કુદરતી ખેતી માટે ખેડૂતને દર મહિને રૂપિયા 900 લેખે વાર્ષિક રૂપિયા 10,800 ની આર્થિક સહાય આપવા રૂપિયા 66.50 કરોડ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *