હાલમાં આમ આદમી પાર્ટીની નેતા આતિશી એ ટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલના વખાણ કરતાં નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે એક ફોટો શેર કરતા લખ્યું કે, ‘સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ કઈ છે – વૈશ્વિક મહામારી ના સમયમાં ભારતની સૌથી મોટી ચિકિત્સા સુવિધા! આ તે ભારત છે જેના પર સરદાર પટેલને ગર્વ થશે. તે નહીં, જ્યાં અબજો રૂપિયા પ્રતિમા પાછળ બરબાદ થતા હોય.’
વાત ખરેખર એવી છે કે દેશની રાજધાની દિલ્હીમાં ભાટી માઇન્સ વિસ્તારમાં રાધાસ્વામી સત્સંગ વ્યાસ કેન્દ્ર દ્વારા સરદાર પટેલ કોવીડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. નવા નામ અને કામ સાથે હવે આ સત્સંગ સેન્ટર ચાલુ છે. અહીંયા કોરોના પોઝિટિવ દર્દીઓ ને રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ સરકારે હાલમાં ગૃહમંત્રી અમિત શાહ પાસેથી કોરોના માટે ITBP ના ડોક્ટર્સ અને નર્સેસ ની મદદ માંગી હતી.
આતિશીનું આ ટ્વિટ ફિલ્મ નિર્દેશક અશોક પંડિતને જરા પણ ન ગમ્યું અને તેમને રિટ્વિટ કરતા પોતાનો રોષ ઠાલવ્યો. તેમણે લખ્યું કે, ‘તમે લોકો માનસિક રીતે બીમાર છો!જ્યારે તમારાથી કંઈ ન થઈ શક્યું ત્યારે તમે ભીખ નો કટોરો લઈને અમિત શાહ પાસે પહોંચી ગયા. હવે જ્યારે કેન્દ્ર સરકારે બધું જ પોતાના કંટ્રોલમાં લઈ એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું તો તેમને ગાળો આપવા લાગ્યા. પીઠ પાછળ હુમલો કરવાનું તમારું ચરિત્ર છે.’
અશોક પંડીત ની સાથે સાથે અન્ય લોકો પણ ‘આપ’ નેતાને આ ટ્વીટને કારણે ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે ‘દિલ્હી સરકાર ફક્ત પ્રવાસી મજૂરોને ભગાવી શકે છે અને દંગા કરાવી શકે છે, હોસ્પિટલ બનાવી શકતી નથી.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું કે ‘અરવિંદ કેજરીવાલને ક્રેડિટ લેવાની આટલી જલદી હતી કે સરદાર વલ્લભભાઈ પટેલ નું કદ નાનું કરી દીધું.’