ગુજરાત સરકારે હાઈકોર્ટની ટકોરને ધ્યાનમાં રાખી માસ્કનો દંડ 1000 રૂપિયા કર્યો

By | August 10, 2020

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે, જેને ધ્યાનમાં લઇ સીએમ વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકારની જાહેરાત મુજબ રાજ્યમાં આવતીકાલથી માસ્ક નહિ પહેરનાર વ્યકિત પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. સીએમ વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી છે.

વિજય રૂપાણીએપ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ગુજરાતમાં હાઈકોર્ટની ટકોર પછી તેના પર રાજ્ય સરકારે વિચાર વિમર્શ કર્યો છે તેમજ હાઈકોર્ટે આપેલા ચુકાદા પ્રમાણે રાજ્યમાં આવતીકાલથી માસ્ક ન પહેરવા પર 1000 રૂપિયાનો દંડ લેવાનો અમલ કરવામાં આવશે. રાજ્યમાં આવતીકાલ એટલે કે 11 ઓગસ્ટ, મંગળવારથી જાહેરમાં માસ્ક ન પહેરનારા વ્યક્તિઓને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.

સીએમ રૂપાણીએ રાજ્યના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે, આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં બહાર નીકળીને ભીડભાડ ના કરો. કારણકે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક રીતે ફેલાય છે, તેથી આવા સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહીને તહેવારો ઉજવે. કોરોનાને નિયંત્રિત કરવો આપણા હાથમાં છે. ઓગસ્ટમાં સાતમ-આઠમના તહેવારમાં વધુને વધુ લોકો બહાર નીકળતા હોવાથી મુખ્યમંત્રી રૂપાણીએ આ અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *