બુધવાર સુધી સત્તાવાર આંકડા મુજબ ગુજરાતમાં કોરોનાથી 4.59 ટકા લોકો મૃત્યુ પામ્યા છે. કોરોનાથી થતાં મૃત્યુ મામલે ગુજરાત પ્રથમ ક્રમે છે, જયારે મહારાષ્ટ્ર બીજા ક્રમે આવે છે.
મહારાષ્ટ્રમાં મૃત્યુદર 3.94 ટકા છે. ત્રીજા ક્રમે મધ્યપ્રદેશમાં કોરોનાથી થતાં મૃત્યુનો દર 3.38 ટકા છે. જ્યારે અન્ય બે રાજ્યો એવા છે જ્યાં કોરોનાથી મૃત્યુદર 3 ટકાથી ઓછુ છે.
દિલ્હીમાં કોરોના કાબુમાં
દિલ્હીમાં કોરોનાની સ્થિતિ કાબુમાં હોવાનો કેજરીવાલ સરકાર દાવો કરી રહી છે. દિલ્માં કોરોનાથી થતાં મૃત્યુનો દર 2.99 ટકા જ્યારે પશ્ચિમ બંગાળમાં 100 દર્દીઓમાંથી 2.83 ટકા લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે.
રિકવરી રેટમાં ગુજરાત બીજા ક્રમે
કોરોનાથી થતાં મૃત્યુદર મામલે ગુજરાતની સ્થિતિ ચિંતાજનક છે, પરંતુ જો વાત કોરોનાને હરાવીને સ્વસ્થ થયેલા દર્દીઓની કરીએ. તો બુધવાર સુધીમાં દેશમાં પાંચ રાજ્યોના રિકવરી રેટનો ડેટા કાઢ્યો. સારી વાત એ છે કે રિકવરી રેટમાં ગુજરાત બીજા ક્રમે છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે.
રાજ્યમાં અનલૉક બાદ કોરોના વધ્યો
રાજ્યમાં અનલૉક બાદથી કોરોનાના સંક્રમણની ગતિ વધી છે અને દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ 13 જુલાઇના રોજ ગુજરાતમાં પ્રથમ વખત 902 કેસ નોંધાયા હતા. તો 14 જુલાઇના રોજ 915 કેસ નોંધાયા હતા. 15 જુલાઇના રોજ 925 કેસ નોંધાયા હતા. તો ગઇકાલ 16 જુલાઇ 919 કેસ અને આજે 949 કેસ નોંધાતા લોકોમાં ચિંતા વધી રહી છે.