હવે ગુજરાતી મહિલાઓ બનશે આત્મનિર્ભર, સરકાર આપશે 0% એ 1 લાખ સુધીની લોન

By | September 13, 2020

રાજ્યમાં પ્રથમ વાર મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરૂ કરીને 10 લાખ થી વધુ માતાઓ અને બહેનો ને અપાશે 0% વ્યાજે લોન ધિરાણ. શ્વેતક્રાંતિમાં અગ્રેસર ગુજરાતની નારી શકિતને હવે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાથી પોતાના નાના વ્યવસાયો ગૃહ ઉદ્યોગ શરૂ કરી પોતાનું કૌવત, કૌશલ્ય અને સપના સાકાર કરવાની તક રાજ્ય સરકાર આપી રહી છે. નોંધપાત્ર છે કે રાજ્યની મહિલાઓને આત્મ નિર્ભર સરકાર બનાવશે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વાર મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરુ કરવામાં આવશે આ યોજના થકી 10 લાખથી વધુ માતા-બહેનોને 0% વ્યાજે લોન ધિરાણ આપવામાં આવશે. પ્રત્યેક માતા-બહેનોને પોતાનો નાનો મોટો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળી રહેશ.

  • નાનો-મોટો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા આપશે લોન
  • પીએમ મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે યોજના કરાશે શરૂ
  • લોનનું વ્યાજ રાજય સરકાર ભોગવશે
  • લોન માટે જરૂરી સ્ટેમ્પ ડયુટીમાં માફી અપાશે
  • મહિલા જૂથ દીઠ 1 લાખની લોન અપાશે
  • સરકારી, સહકારી,ખાનગી બેંકો અને આરબીઆઇ માન્ય સંસ્થાઓમાંથી મળશે લોન
  • રૂપિયા 175 કરોડનું બજેટ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે ફળવાયું
  • 1 હજાર કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથને અપાશે

પીએમ મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરુ કરવામાં આવશે. આ યોજનામાં બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાશે. મહિલા જૂથ દીઠ રૂ. 1 લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે. જેને પગલે રાજ્ય સરકાર બેન્કો સાથે ટૂંક સમયમાં એમ.ઓ.યુ કરશે. રૂપિયા 175 કરોડનું બજેટ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે ફાળવવામાં આવ્યું છે.

10 મહિલાઓનું એક જુથ એમ 1 લાખ જુથ બનાવવામાં આવશે અને તેમને આ યોજનાનો લાભ મળશે. ગ્રામ્ય વિસ્તારમાં 50 હજાર અને શહેરી વિસ્તારમાં 50 હજાર મળી કુલ લાખ મહિલા જુથોને લોન આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *