રૂપાણી સરકારનો મોટો નિર્ણય : કોરોના મહામારીમાં પ્રાઇવેટ હોસ્પિટલોની લૂંટ પર લગાવી રોક

By | July 29, 2020

ગુજરાતમાં કોરોના મહામારી સતત વકરી રહી છે. રોજ 1000થી વધારે કેસો આવી રહ્યાં છે. કોરોના સંક્રમણ અટકવાનું નામ લઈ રહ્યું નથી. ધીમેધીમે હોસ્પિટલો ફૂલ થઈ રહી છે. હોમ આઈસોલેશનની ગાઈડલાઈનને પગલે હોસ્પિટલોને રાહત છતાં પણ ખાનગી હોસ્પિટલોમાં સારવારના નામે દર્દીઓને લૂંટી લેવાતા હોવાના અનેક બનાવો બન્યા છે. હાઈકોર્ટમાં પહોંચેલા આ મામલામાં આદેશ છતાં ખાનગી હોસ્પિટલો પોતાની મનમાની ચલાવી રહી છે. સરકારે ઘણી હોસ્પિટલો સાથે એમ્પેનલ કરી 50 ટકા બેડ રિઝર્વ રાખ્યા છે. એમાં સરકાર રાહત દરે સારવાર આપી રહી છે. હવે સ્થિતિ વધુ વકરી રહી છે ત્યારે આજે સરકારે રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો માટે એક ગાઈડલાઈન જાહેર કરી છે.

જે અંતર્ગત સારવારના ખર્ચ ફાયનલ થઈ ગયા છે. જો આ ખર્ચથી વધુ રૂપિયા લેવામાં આવશે તો સરકાર દ્વારા હોસ્પિલ સામે કાર્યવાહી થઈ શકે છે. હોસ્પિટલો અલગ અલગ ચાર્જને નામે આડેધડ દર્દીઓને બિલો પધરાવી રહી હોવાના અનેક બળાપાઓ દર્દીના પરિવારજનો ઠાલવી ચૂક્યા છે.

તમામ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓના સ્વ ખર્ચે આપવામાં આવતી સારવારના દર નક્કી કરાયા

ગુજરાતમાં આજે ખાનગી હોસ્પિટલોમાં સારવારના ચાર્જ નક્કી થઈ ગયા છે. જેમાં પુખ્ત વિચારણાને અંતે સરકારે એપેડેમિક એક્ટ 1987 અંતર્ગત જોગવાઈઓને ધ્યાને લઇને રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓના સ્વખર્ચ આપવામાં આવતી કોવિડ-19ની સારવારના ખર્ચ અંગના દરો નિયત કરી દેવામાં આવ્યા છે. રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓના સ્વ ખર્ચે આપવામાં આવતી સારવારના દર નક્કી કરાયા છે. જેમાં વોર્ડમાં દરરોજના 5700 રૂપિયા નક્કી કરાયા છે. જ્યારે HDU માટેનો ચાર્જ 8075 રૂપિયા નક્કી કર્યો છે.

રૂમ ચાર્જ અને નર્સિંગ ચાર્જ પણ આ ભાવમાં આવી જાય છે

જેમાં દર્દીને બે ટાઈમનું જમાવનું નાસ્તો, સાંજની ચા વગેરે મળશે. પીપીઈ કીટ, એન 95 માસ્ક અને તમામ રૂટિન મેડિસીન પણ આપવામાં આવશે. આ સિવાય રૂમ ચાર્જ અને નર્સિંગ ચાર્જ પણ આ ભાવમાં આવી જાય છે. આ સારવારના ભાવપત્રકમાં ટોસીલોઝૂમેબ અને રેમડેસીવીયર અને ફ્લેવીપાયર તેમજ અન્ય હાઈ એન્ટિબાયોટિક દવાઓ સામેલ નથી. તેમજ સ્પેશ્યલ ડોક્ટર વિઝીટ, લેબોરેટરી ચાર્જ, ડાયાલિસિસ (પ્રત્યેક ડાયાલિસિસ પર 1,500 રૂપિયા અને 3,500 રૂપિયા આઈસીયુ ડાયાલિસીસ ) ચાર્જ અલગથી ચૂકવવાના રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *