સુપ્રીમનો મોદી સરકારને પ્રશ્ન : અનિલ અંબાણી પાસેથી 43,000 કરોડ કઈ રીતે વસૂલશો?

By | August 11, 2020

સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણી પાસેથી લેવાના બાકી નીકળતા 43,000 કરોડ બાબતે કેન્દ્ર સરકારને સીધો સવાલ પૂછ્યો હતો. અનિલ અંબાણી પાસે હાલ કઈ નથી તેમજ હવે સ્પેક્ટ્રમ વેચવા જઇ રહ્યા છે. તમે (સરકાર) 43,000 કરોડ કઈ રીતે વસૂલ કરવાના છો એ કહો? હાલ મોદી સરકારના અંબાણી પ્રત્યેના વલણથી સુપ્રીમ કોર્ટ આશ્ચર્યમાં છે.

સુપ્રીમ કોર્ટેનું કહેવું છે કે અનિલ અંબાણી પોતાની તમામ મિલકતો વેચી નાખે તો પણ આ લેણી નીકળતી રકમ ચૂકવી શકે તેમ નથી. એવામાં કેન્દ્ર સરકાર આ રકમ કેવી  રીતે વસૂલ કરશે એ સમજાતું નથી. સોમવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ પ્રશ્ન પૂછ્યા બાદ શક્ય છે કે અનિલ અંબાણી રિલાયન્સ કોમ્યુનિકેશન અને એરસેલ રિઝોલ્યુશન પ્લાનમાં કદાચ કોઇ ફેરફાર કરે. અત્યાર અગાઉ બેન્ક્ર્પ્સી કોર્ટ દ્વારા અનિલને એરસેલ વેચવાની પરવાનગી મળી ચૂકી હતી. પરંતુ એરકોમ દ્વારા આ અંગે કોઇ નિર્ણય કરવામાં આવ્યો નહોતો. અગાઉ એકવાર આ રીતે અનિલ આર્થિક સંકડામણમાં હતા ત્યારે તેના મોટાભાઇ મૂકેશ અંબાણીએ તેમને મદદ કરી હતી.

જસ્ટિસ અરુણ મિશ્રાના અધ્યક્ષપદે બનેલી ત્રણ જજની બેન્ચે કેન્દ્ર સરકારને સવાલ પૂછ્યો હતો કે આખરે બાકી નીકળતી રકમ વસૂલવા માટે તમે કેમ કોઇ પગલાં લેવાની તત્પરતા દેખાડતા નથી ? એકવાર અનિલ સ્પેક્ટ્રમ વેચી નાખશે તો તમે લેણી નીકળતી રકમ કઈ રીતે વસૂલ કરવાના છો? વાત ખરેખર ક્યાં અટકી છે એ કોર્ટને સમજાતું નથી. બેન્ચના અન્ય એક ન્યાયમૂર્તિ જસ્ટિસ એમ આર શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર તરત પગલાં નહીં લે તો સ્પેક્ટ્રમને વેચતાં અટકાવી નહીં શકાય. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *