ખુદ કેન્દ્રીય નાણાં મંત્રીના પતિએ કરી મોદી સરકારની ટીકા, પોતાની પત્નીની વાતથી જ સહેમત નથી

By | September 10, 2020

છેલ્લા કેટલાક સમયથી દેશની અર્થવ્યસ્થા ખરાબ સ્થિતિમાંથી પસાર થઇ રહી છે. હાલ જ દેશની GDP નો આંકડો -23.9% આવ્યો છે. આ બાબતે નાણાંમંત્રી નિર્મલા સીતારામણને સવાલ પૂછતાં તેમને સમગ્ર ઘટનાને ‘એક્ટ ઓફ ગોડ’ કહીને ભગવાનને જવાબદાર ગણાવ્યા છે. જો કે તેમના પતિ ખુદ તેમની આ વાત સાથે સહેમત નથી. તેમના પતિએ તેમની તીખા શબ્દોમાં ટીકા કરી છે અને કહ્યું છે કે, તેઓ ભગવાનના નામ પર હવે તો કોઈક પગલાં લે. તેમના પતિ પરકાલ પ્રભાકરે ટ્વીટ કરીને પોતાની પત્નીના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી છે. પરકાલ પ્રભાકર તેને માટે એ નરેન્દ્ર મોદીની સરકારને જવાબદાર માને છે, જેમાં નિર્મલા સીતારમન નાણા મંત્રી છે. પ્રભાકરે ટ્વીટ કર્યું, અસલી ઈશ્વરનું કામ તો આર્થિક પડકારો સામે લડવા માટે કોઈ યોગ્ય નીતિનું ના હોવું છે. કોવિડ તો પછી તો આવ્યો.

તેમણે આ ટ્વીટમાં કહ્યું, જે વાત મેં ઓક્ટોબર, 2019માં કહી હતી અને સરકાર ઈન્કાર કરી રહી હતી, તે અર્થવ્યવસ્થાના 23.9 ટકાના ભારે ઘટાડા સાથે જ સાબિત થઈ ગઈ છે. ઈશ્વર માટે હવે તો કંઈક કરો. પરકાલ પ્રભાકર ઓક્ટોબર 2019માં ધ હિંદુ અખબારમાં છપાયેલા પોતાના એક લેખ વિશે જણાવી રહ્યા હતા. આ લેખમાં તેમણે સરકારની આર્થિક નીતિઓની ટીકા કરી હતી અને ઘણા પ્રકારના સૂચનો આપ્યા હતા.

પ્રભાકરે તે લેખમાં સરકારની ટીકા કરતા કહ્યું હતું કે, અંગત ખપત ઘટીને 3.1 ટકા પર પહોંચી ગઈ છે, જે 18 મહિનાના સૌથી નીચલા સ્તર પર છે, ગામોમાં ખપત ઝડપથી નીચે જઈ રહી છે, મધ્યમ, લઘુ અને સૂક્ષ્‍મ ઉદ્યોગોને બેંકમાંથી મળતી લોનમાં કોઈ વધારો નથી થયો, નિકાસ અટકી પડી છે, GDP દરનું અનુમાન ન્યૂનતમ સ્તર પર છે. પરંતુ, સરકારની સમજમાં હજુ સુધી નથી આવ્યું કે, અર્થવ્યવસ્થાની સાથે શું પ્રોબ્લેમ છે.

નાણા મંત્રીના પતિએ સ્પષ્ટ કહ્યું હતું કે, સત્તારૂઢ BJPની પાસે અર્થવ્યવસ્થાને લઈને કોઈ સ્પષ્ટ દ્રષ્ટિ નથી, તે નેહરૂવાદી મોડલનો વિરોધ માત્ર વિરોધ કરવા માટે કરે છે, પરંતુ તેની પાસે પોતાનું કોઈ મોડલ નથી, કોઈ વિચાર નથી. તેમણે પોતાના લેખમાં લખ્યું- પ્રભાકરે BJPની એ વાતને લઈને ટીકા કરી છે છે કે, પાર્ટી માત્ર નેહરૂવાદી મોડલનો દરેક વાતમાં વિરોધ કરતી રહે છે. તેમણે કહ્યું હતું- BJP સતત નેહરૂવાદી આર્થિક નીતિઓ પર વાર કરે છે, તેના થિંકટેંકને એ નથી સમજાઈ રહ્યું કે, આ હુમલો માત્ર રાજકીય છે, તે આર્થિક ટીકા ના હોઈ શકે. તેમણે નેહરૂવાદી અર્થનીતિના વિકલ્પના રૂપમાં પોતાનું કંઈક તૈયાર કરવા અથવા તેને જ અપનાવી લેવા પર કામ ક્યારેય નથી કર્યું.

ફરી એકવાર પરકાલ પ્રભાકરે પોતાની પત્નીની સરકારની ટીકા કરી છે. આ ટીકા એવા સમયે કરવામાં આવી છે, જ્યારે નિર્મલા સીતારમને અર્થવ્યવસ્થાની ખરાબ હાલત માટે ભગવાનને જવાબદાર ગણાવતા પોતાના હાથ ખંખેરી લીધા છે. તેમણે GDPના નવા આંકડા આવવાના બે દિવસ પહેલા GSTની બેઠકમાં કહ્યું હતું કે, કોરોનાને કારણે GST રાજસ્વમાં ઘટાડો આવ્યો છે અને તે એક્ટ ઓફ ગોડ છે. આ અંગે તેમની ખૂબ જ ટીકા થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *