જો તમારે RTOનું આ કામ બાકી છે તો જલ્દી પતાવી લો કારણકે 19 ઓક્ટોબર પછી બંધ થઈ જશે RTOનાં આટલા કામ

By | October 17, 2020

હવે કોઈ પણ વાહનમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ નહી થવા ઉપર અને તેને ફિટનેસ સર્ટીફિકેટ આપવા ઉપર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. પરંતુ 15 ઓક્ટોબરના રોજ પરિવહન આયુક્તે આદેશ જાહેર કર્યો છે કે, HSRP નંબર પ્લેટ વગરના વાહનોને આરટીઓમાં થનારા અમુક કામો ઉપર મનાઈ ફરમાવી છે. જેની માહિતી નીચે મુજબ રાખવામાં આવી છે.

ક્યાં ક્યાં કામ નહીં થાય

 1. વગર HSRPના વાહનોનું રજીસ્ટ્રેશન સર્ટિફીકેટની સેકન્ડ કોપી
 2. વાહનોનું રજીસ્ટ્રેશન ટ્રાન્સફર
 3. એડ્રેસ ચેન્જ
 4. રજીસ્ટ્રેશનનું રિન્યુવેશન
 5. નો ઓબ્ઝેકશન સર્ટીફિકેટ
 6. હાઈપોથૈકેશન કેંસલેશન
 7. હાઈપોથૈકેશન એન્ડોર્સમેન્ટ
 8. નવી પરમીટ
 9. ટેમ્પરરી પરમીટ
 10. સ્પેશયલ પરમીટ
 11. નશેનલ પરમીટ વગેરેના કામો નહીં થાય.

RTO ના પ્રશાસનમાં શું કહેવામાં આવ્યું છે

આરટીઓ પ્રશાસનના વિશ્વજીત પ્રતાપ સિંહે જણાવ્યું છે કે, જો કોઈ વાહન ઉપર હાઈ સિક્યુરીટી રજીસ્ટ્રેશન પ્લેટ નહીં હોય તો વાહનના માલિક ગાડી સાથે જોડાયેલા ઉપર જણાવેલ કામો નહીં કરી શકે. તો બીજી તરફ જે લોકોએ હજુ આ નંબર પ્લેટ લગાવવાની કોશિશ કરી રહ્યાં છે તેણે વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ક્યારેક એકાઉન્ટમાંથી પૈસા કાપવામાં આવી રહ્યાં છે પરંતુ બુકીંગ થતું નથી. જેના નિવારણ રૂપે હાઈ સિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ અને કલર કોડ સ્ટીકર લગાવવાની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવશે.

કેવી રીતે કરી શકશો ઓનલાઇન અરજી 

હાઈ સિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ અને કલર કોડ સ્ટીકર લગાવવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. હાઈ સિક્યુરીટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવા માટે વિક્રેતાઓએ બે પોર્ટલ બનાવ્યાં છે. bookmyhsrp.com/index.aspx વેબસાઈટ ઉપર મુલાકાત કરી શકો છો. તે બાદ ખાનગી અને સાર્વજનિક વાહનો સાથે જોડાયેલા એક વિકલ્પની પસંદગી કરો અને પછી સ્ટેપ બાદ સ્ટેપની જાણકારી દેવાની રહેશે. તે સિવાય જો વાહન ચાલકની ગાડીમાં રજીસ્ટ્રેશન પ્લેટ લાગેલી હશે અને તેમાં માત્ર સ્ટીકર લગાવવાનું છે તો તેણે www.bookmyhsrp.com પોર્ટલ ઉપર જવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *