હવે ₹ 4,500 ની જગ્યાએ ફક્ત ₹ 650 માં થશે કોરોનાનો ટેસ્ટ, જાણો કઈ રીતે?

By | July 16, 2020

IIT દિલ્હીના વૈજ્ઞાનિકો અને યુવા સંશોધકોએ કોવિડ-19ની સૌથી સસ્તી તપાસ કિટ વિકસિત કરી છે. કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ‘કોરોસ્યોર આરટી-પીસીઆર’ કિટ લોન્ચ કરી છે.

IIT દિલ્હી કોવિડ-19 ‘કોરોસ્યોર RT-PCR’ કિટ તૈયાર કરનાર પ્રથમ શૈક્ષણિક સંસ્થા છે. આ કિટની કિંમત 650 રૂપિયા હશે, જ્યારે અત્યાર સુધી માર્કેટમાં 4500 રૂપિયા ખર્ચ કરવા પડે છે. સરકારી લેબ અથવા હોસ્પિટલ ICMRના માધ્યમથી આ કિટને મેળવી શકે છે. જ્યારે ખાનગી હોસ્પિટલ તેને કંપની પાસેથી ખરીદી શકશે.

IITના ડિરેક્ટર પ્રો. રાવે જણાવ્યુ કે, આ દેશમાં સ્કેલ અને કિંમત બંનેના સંદર્ભમાં કોવિડ-19 તપાસના પ્રતિમાનને બદલી દેશે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એન્ડ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયન મેડિસિન (Indian Council of Medical Research and Controller General of Indian Medicine) દ્વારા સ્વીકૃત તેને રજૂ કરવામાં આવી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા રોકેટગતિએ વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં છેલ્લાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાનાં 32,695 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે આ જ સમયગાળામાં વાઈરસને કારણે 606 લોકોનાં મોત થયાં છે. તેની સાથે જ દેશભરમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 9,68,876એ પહોંચી ગઇ છે. જ્યારે મૃત્યુઆંક 24,915એ પહોંચ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *