ભારતના 10 એવા રેલ્વે સ્ટેશન જ્યાં રાતે કોઈ જવાની હિમ્મત નથી કરતું,એક તો 42 વર્ષ સુધી બંધ હતું

By | August 23, 2020

દુનિયામાં અનેક એવી ચીજો અને વાતો આવી છે જે માનવામાં નથી આવતી . કેટલાક લોકો આવી વાતોને સાચી માને છે અને કેટલાક આવી વાતોમાં નથી માનતા. આવી જ એક વાત છે  પૈરાનૉર્મલ એક્ટિવિટીઝની. ઘણા લોકો ભૂતમાં માને છે અને ભૂત જોયા હોવાનો દાવો પણ કરે છે, જ્યારે અનેક લોકો એવા પણ છે જેઓ ભૂતોની વાતને ફક્ત વહેમ કહે છે. અહીં અમે તમને ભારતના કેટલાક રેલવે સ્ટેશન અને મેટ્રો સ્ટેશનો વિશે જણાવી રહ્યા છીએ, જેના વિશે લોકોનું કહેવું છે કે અહીં પૈરાનૉર્મલ એક્ટિવિટીઝને અનુભવી શકાય છે.

1. બરોગ સ્ટેશન, હિમાચલ પ્રદેશ:

ચીડ અને દેવદારના જંગલોથી ઘેરાયેલું બરોગ, હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં આવેલું છે. આ ટૂરિસ્ટ વચ્ચે વધારે ફેમસ નથી, પરંતુ આની સુંદરતા કોઈને પણ મંત્રમુગ્ધ કરી શકે છે. બરોગ રેલવે સ્ટેશન અને સુરંગની કહાની પૈરાનૉર્મલ એક્ટિવિટીઝ સાથે જોડાયેલી છે. આ સ્ટેશન વિશે કહેવામાં આવ્યું છે કે બરોગ સ્ટેશનની બાજુમાં આવેલા ટનલ નંબર 33 પાસે ઘણીવાર પૈરાનૉર્મલ એક્ટિવિટીઝ જોવા મળે છે.

2. બેગુનકોડોર રેલવે સ્ટેશન, પશ્ચિમ બંગાળ:

પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં આવેલું બેગુનકોડોર રેલવે સ્ટેશન ભૂતિયા કહાનીઓના કારણે 42 વર્ષ સુધી બંધ હતુ. વર્ષ 1960માં ખુલેલા આ સ્ટેશન પર સાંજ થયા બાદ હાલના સમયમાં પણ લોકો જતા ડરે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંના સ્ટેશન માસ્તરે એક વખતે રાત્રે પાટા પર છોકરીના પડછાયાને જોયો હતો. તેની થોડીકવાર પછી સ્ટેશન માસ્તર અને તેના પરિવારનું મોત થઈ ગયુ હતુ. આ ઘટના બાદ આ સ્ટેશન બંધ થયું હતુ અને પછી વર્ષ 2009માં ખુલ્યું.

3. ચિત્તુર રેલવે સ્ટેશન, આંધ્ર પ્રદેશ:

આંધ્ર પ્રદેશના આ સ્ટેશનને લઇને પણ ભૂતિયા વાર્તાઓ પ્રચલિત છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સ્ટેશન પર આરપીએફ અને ટીટીઈએ મળીને સીઆરપીએફના એક જવાનને ઘણો જ માર્યો હતો, ત્યારબાદ તે સીઆરપીએફનો જવાન મૃત્યુ પામ્યો હતો. આ ઘટના બાદ એ સીરઆરપીએફ જવાનની આત્મા ન્યાય માટે સ્ટેશન પર ભટકે છે.

4. દ્વારકા સેક્ટર 9 મેટ્રો સ્ટેશન, દિલ્હી:

દિલ્હીના દ્વારકા સ્ટેશન 9 મેટ્રો સ્ટેશન વિશે લોકોનો દાવો છે કે અહીં રાત્રે ઘણીવાર ગાડીઓની પાછળ લોકોને એક મહિલાનો પડછાયો દેખાયો છે. આ જ કારણ છે કે અહીં લોકો મોડી રાત્રે જતા નથી.

5. લુધિયાના સ્ટેશન, પંજાબ:

લુધિયાના સ્ટેશનના એક કાઉન્ટર વિશે લોકોનું કહેવું છે કે તેમને ત્યાં પૈરાનૉર્મલ એક્ટિવિટીઝનો અનુભવ થયો છે. દાવો કરવામાં આવ્યો છે કે અહીંના રિઝર્વેશન કાઉન્ટર પર એક સુભાષ નામનો વ્યક્તિ બેસતો હતો. તેને તેના કામથી ઘણો જ લગાવ હતો. આ કારણે તેના મોત બાદ એ રૂમમાં જે પણ કામ કરવા ગયું તેને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો.

6. મુલુંડ રેલવે સ્ટેશન, મુંબઈ:

મુંબઈના મુલુંડ રેલવે સ્ટેશન વિશે પણ યાત્રીઓ અને સ્થાનિક લોકોનો દાવો છે કે તેમને અહીં રાત્રે કોઈના ચીખવાનો અને રડવાનો અવાજ સંભળાય છે. દાવો છે કે અહીં એ લોકોની આત્માઓનો અવાજ છે જે રેલવે ટ્રેકને પાર કરતા સમયે અકસ્માતમાં મૃત્યુ પામ્યા  હતા.

7. નૈની રેલવે સ્ટેશન, ઉત્તર પ્રદેશ:

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં આવેલા નૈની રેલવે સ્ટેશન વિશે કહેવામાં આવે છે કે અહીં રાતના સમયે સ્ટેશન અને રેલવે ટ્રેક પર કેટલીક અજીબ ચીજો જોવા મળે છે. એવી કહેવાય છે કે સ્ટેશનની પાસે આવેલી નૈની જેલમાં ઘણા ફ્રીડમ ફાઇટર્સ બંધ હતા, જેમને ઘણા જ ટૉર્ચર કરવામાં આવતા હતા અને ત્યાર બાદમાં તેમનું મૃત્યુ થયું હતુ.

8. પાતાલપાની રેલવે સ્ટેશન, મધ્ય પ્રદેશ:

મધ્ય પ્રદેશના ખંડવાની પાસે આવેલા આ રેલવે સ્ટેશનને પણ હૉન્ટેડ માનવામાં આવે છે. કહેવાય છે કે સ્વતંત્રતા સેનાની ટંટ્યા મામા ભીલને મારીને ફેંકી દેવામાં આવ્યા હતા. આજે પણ જો કોઈ ટ્રેન અહીંથી પસાર થાય છે તો તેમની સમાધિ પાસે રોકાઈને તેમને સલામી આપવામાં આવે છે અને ત્યારબાદ જ ટ્રેન આગળ વધે છે. સ્થાનિક લોકો જણાવે છે કે જો ટ્રેન રોકાઈને સલામી ના આપે તો તે દુર્ઘટનાગ્રસ્ત થઈ જાય છે.

9. રવિન્દ્ર સરોવર મેટ્રો સ્ટેશન, પશ્ચિમ બંગાળ:

કોલકાતાના આ મેટ્રો સ્ટેશનને લઇને પૈરાનૉર્મલ એક્ટિવિટીઝની કહાનીઓ ફેમસ છે. અહીં રાત્રે સાડા 10 વાગ્યે અંતિમ મેટ્રો ચાલે છે, ત્યારબાદ સ્ટેશન વેરાન થઈ જાય છે. અનેકવાર લોકોએ અનુભવ્યું છે કે અહીં અચાનક જ કોઈ પડછાયો ટ્રેકની વચ્ચે પ્રકટ થાય છે અને પલક ઝપકતા જ ગાયબ થઈ જાય છે. આ મેટ્રો સ્ટેશન પર અનેક લોકો જીવ પણ આપી ચુક્યા છે.

10. સોહાગપુર રેલવે સ્ટેશન, મધ્ય પ્રદેશ:

મધ્ય પ્રદેશના સોહાગપુર રેલવે સ્ટેશન વિશે કહેવામાં આવે છે કે એક મહિલાના ચીખવાની અને અનેક પ્રકારની અવાજો સંભળાય છે. રાતમાં સ્ટેશન બિલકુલ સુમસામ થઈ જાય છે, માત્ર 2-3 લોકો જ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *