ભારતીય મૂળની રિજા અબ્રાહમે દોઢ વર્ષની દીકરી હોવા છતાં કોરોના દર્દીઓની સેવા કરી, મળ્યો ‘કોરોના ક્રિટિકલ વર્કર હીરો’ એવોર્ડ

By | June 13, 2020

ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ના એક રિપોર્ટ અનુસાર, ઘરમાં એક દોઢ વર્ષની દીકરી હોવા છતાં કોવિડ-19 દર્દીઓની સેવા કરવા માટે તેમની આ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. રીજા હારલો, એસેક્સ માં સ્થિત પ્રિંસેજ એલેક્ઝાન્ડ્રા હોસ્પિટલમાં ગંભીર દર્દીઓની સાર સંભાળ રાખે છે.

રીજા અબ્રાહમ નાં સર્ટિફિકેટ માં લખ્યું છે, “હારલો, એસેક્સ ના પ્રિંસેજ એલેક્ઝાન્ડ્રા હોસ્પિટલમાં ના થિયેટર માં એક સ્ક્રબ નર્સ રીજા એ હવે કોવિડ-19 ના દર્દીઓ ની દેખરેખ કરતા, ITU નર્સ ની ભૂમિકાનો સ્વીકાર કરાયો છે. તેઓ દોઢ વર્ષની દીકરીને ઘરે મૂકીને સતત ડ્યુટી પર રહે છે અને બને તેટલી સારી સંભાળ રાખવાનો પ્રયત્ન કરે છે.”

રીજાએ પોતાની ડ્યુટી ને પ્રાથમિકતા જણાવતા TOI ને કહ્યું કે, “જેમ ફ્લોરેન્સ નાઇટિંગેલ એ એકવાર કહ્યું હતું, ડરની લાગણી હેઠળ ઘણું કામ કરી શકાય છે. આ મારો માર્ગદર્શક સિદ્ધાંતો બનેલો છે અને અમારા ભાગીદારો સાથે, અમે લોકોની સેવા માટે લડત લડી રહ્યા છીએ.”

તે આ નોકરી ના જોખમને સમજે છે અને બને ત્યાં સુધી સુરક્ષિત રહેવાના નિયમોનું પાલન કરે છે.

રીના દુર્ગ સ્થિત આરોગ્ય અધિકારી ડો.ડી રાજનની પુત્રવધૂ છે, જે બસ્તર ક્ષેત્રમાં કોરોના નોડલ અધિકારી તરીકે કાર્ય કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *