કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે આ દવા બની સંકટમોચક, કિંમત છે સૌથી ઓછી

By | July 9, 2020

કોરોના વાયરસની દવાને લઇને હવે ભારતમાં સારા સમાચાર આવવાની શરૂઆત થઇ ગઈ છે. ભારતની દવા કંપની સિપ્લાએ રેમડેસિવિરનું જેનેરિક વર્ઝન સિપ્રેમી લૉન્ચ કર્યું છે. સિપ્રેમીની કિંમત 4,000 પ્રતિ 100mg વાઇલ રાખવામાં આવી છે, જે આખી દુનિયામાં COVID-19 માટે ઉપયોગ કરવામાં આવી રહેલી દવાઓથી ઘણી ઓછી છે. સિપ્લાએ આ પહેલા પણ પોતાના નિવેદનમાં કહ્યું હતુ કે, આ દવાની કિંમત 5000 રૂપિયાથી વધારે નહીં રાખવામાં આવે. સિપ્લા માટે દવા બનાવવા અને પૈકેજિંગ કરનારી સોવરેન ફાર્માએ કહ્યું છે કે તેણે આ દવાનો પહેલો પુરવઠો મોકલી દીધો છે.

કિંમત ફક્ત 4,000 રૂપિયા

સિપ્લા ઇન્ડિયાનાં CEO નિખિલ ચોપરાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આનો ઉદ્દેશ પહેલા મહિનામાં 80 હજાર વાઇલ્સની સપ્લાઈ કરવાનો છે. કંપનીએ કહ્યું છે કે આ દવા સરકાર અને હૉસ્પિટલોનાં માધ્યમથી જ ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છે કે યૂરોપિયન દવા કંપની Mylan NVએ પણ આ જ અઠવાડિયે કોરોના વાયરસની એન્ટી વાયરલ દવા રેમડિસિવિરનું જેનેરિક વર્ઝન ભારતમાં લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. Mylanએ પોતાની દવા ડેસરેમની કિંમત 4,800 રૂપિયા રાખી છે. તો સિપ્લાની સિપ્રેમી દવાની કિંમત 4,000 રૂપિયા છે, જે આનાથી 800 રૂપિયા સસ્તી છે.

રેમડેસિવીર દવા છે સૌથી અસરદાર

આ ઉપરાંત હેટેરો લેબ્સ લિમિટેડ પણ ગત મહિને આ દવાનું જેનેરિક વર્ઝન લૉન્ચ કરી ચુકી છે. હેટરોએ પોતાની દવા કોવિફોરની કિંમત 5,400 રૂપિયા પ્રતિ વાયલ રાખી છે. કોરોના વાયરસનાં વધતા કેસોની વચ્ચે ભારતની અનેક મોટી સ્વાસ્થ્ય કંપનીઓ રેમેડેસિવિરનાં અન્ય વર્ઝન લૉન્ચ કરવાની તૈયારીમાં છે. તમને જણાવી દઇએ કે અત્યારે COVID-19ની સારવારમાં રેમડેસિવીર દવાને જ સૌથી કારગર માનવામાં આવી રહી છે.

 5 દિવસનાં કૉર્સ માટે રેમેડેસિવિરની 6 શીશીઓની જરૂર પડે છે

સ્પષ્ટ રીતે અત્યારે આની જાણકારી નથી આપવામાં આવી કે કોરોના વાયરસની સારવારમાં સિપ્લાની કેટલી શીશીઓની જરૂર રહેશે. તો આને બનાવનારી કંપની ગિલિયડનું કહેવું છે કે એક દર્દીને સામાન્ય રીતે 5 દિવસનાં કૉર્સ માટે રેમેડેસિવિરની 6 શીશીઓની જરૂર પડે છે. કેલિફોર્નિયા સ્થિતિ ગિલિયડે 127 વિકાસશીલ દેશોમાં રેમડેસિવિર દવા ઉપલબ્ધ કરાવવા માટે અનેક જેનેરિક દવા નિર્માતાઓ સાથે લાયસન્સિંગ કરાર પર સહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *