કોરોનાના મોંઘા ઈન્જેક્શનો પણ છે નકામા, નવરાત્રિમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જ દવા અને દુઆ

By | October 17, 2020

દુનિયામાં હાલ ખરાબ દેશકાળ ચાલી રહ્યા છે. કોરોના કાળમાં નવરાત્રિ જેવા હિન્દુ તહેવારોમાં માતાજીની આરાધના ગરબે ઘૂમીને નહીં થઈ શકે. આરતી પૂજાથી જ માઈ ભક્તોને સંતોષ લેવો પડશે. તેમાં પણ સરકારે બહાર પાડેલી ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક જ અસરકારક છે. કારણ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ સ્વિકાર્યું છે કે કોરોનાની સારવારમાં વપરાતી દવાઓ રેમડેસિવિયર સહિતહાઈક્ટ્રોક્સિક્લોરોક્વિન, એન્ટી એચઆઈવી ડ્રગ કોમ્બિનેશન લોપિનાવિર-રિટોનાવિર અને ઈટરફેરોન દવાઓ કોઈ જાતની કારગર નીવડી નથી. સામાન્ય જનતા માટે પણ ભારતમાં કોરોના વેક્સિન આવતાં હજુ દોઢેક વર્ષનો સમય પસાર થઈ જાય તો નવાઈ નહીં.

WHO એ સ્વિકાર્યું મોંઘા ઈન્જેક્શનોની કોરોના દર્દી પર નથી થઈ કોઈ અસર

WHO દ્વારા રેમડેસિવિરની સાથે હાઈક્ટ્રોક્સિક્લોરોક્વિન, એન્ટી એચઆઈવી ડ્રગ કોમ્બિનેશન લોપિનાવિર-રિટોનાવિર અને ઈટરફેરોન દવા પર પરિક્ષણ કરાયું હતું. જેમાં 30 દેશના 11,266 દર્દીઓને સામેલ કરાયા હતા. જેમાં ખબર પડી હતી કે, દવાની દર્દીઓ પર કોઈ અસર પડી રહી નથી. તેમનો હોસ્પિટલમાં રહેવાનો સમયગાળો ઘટ્યો નથી. મોંઘા ભાવના ઈન્જેક્શનો કે સામાન્ય દવાઓ પણ કોરોનાના દર્દીઓ માટે કોઈ રીતે કારગર નીવડી નથી. એન્ટિબોડી શરીર જ રોગને દૂર રાખે છે.

રેમડેસિવિર દવા કોરોનાના દર્દીઓનો જીવ બચાવવામાં નિષ્ફળ

WHO દ્વારા આ દવાઓનું ક્લિનિકલ પરિક્ષણ કરાયું જેમાં કોરોનાની સારવાર માટે બહુ ગાજેલી અમેરિકન કંપની ગિલીએડની રેમડેસિવિર દવા કોરોનાના દર્દીઓનો જીવ બચાવવામાં નિષ્ફળ ગઈ હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે. રેમડેસિવિરની મદદથી કોરોનાના દર્દીની હોસ્પિટલમાં રહેવાની અને જીવવાની સંભાવના બહુ ઓછી અથવા ના બરાબર છે.

30 કરોડ લોકોને છે વધુ ખતરો, બે ડોઝ મુજબ 60 કરોડ ડોઝ અપાશે

 ભારત સરકારે વ્યાપકપણે કોરોનાની રસી મુકવાના અભિયાનની તૈયારીઓ શરુ કરી દીધી છે. પ્રાથમિકતાના આધારે સૌથી પહેલા 30 કરોડ લોકોને રસી મુકાશે. જેમાં કોનો સમાવેશ થશે તેનુ લિસ્ટ હાલમાં તૈયાર થઈ રહ્યુ છે. આ 30 કરોડ લોકોમાં જેમને વધારે ખતરો છે તેવી વસતી, કોરોનાનો સામનો કરતા ફ્રન્ટ લાઈન વર્કર્સ જેવા કે હેલ્થકેર પ્રોફેશનલ્સ, પોલીસ, સફાઈ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ 30 કરોડ લોકોને વેક્સિનના 60 કરોડ ડોઝ અપાશે. એક વખત કોરોનાની વેક્સિન એપ્રૂવ થઈ જાય તે પછી રસીકરણ શરુ કરી દેવાશે.

દેશની 23 ટકા વસ્તીને પહેલા રાઉન્ડમાં કોરોનાની રસી મુકવામાં આવશે

હેલ્થ કેર પ્રોફેશનલ્સમાં 70 લાખ, ફ્રન્ટ લાઈન વર્કર્સમાં બે કરોડ લોકો અને 50 વર્ષથી વધારે વયના 26 કરોડ લોકોનો સમાવેશ થાય છે. દેશની 23 ટકા વસ્તીને પહેલા રાઉન્ડમાં કોરોનાની રસી મુકવામાં આવશે. આ માટે કેન્દ્ર દ્વારા રાજ્યો પાસેથી પણ વિગતો મંગાવાઈ છે. નિષ્ણાતોની કમિટીનુ અનુમાન છે કે, દેશમાં જે હેલ્થ વર્કર્સ છે તેમાં 11 લાખ એમબીબીએસ, 8 લાખ આર્યુવેદિક અને હોમિયોપેથિક ડોક્ટર અને 10 લાખ આશા વર્કર્સ સામેલ છે. 45 લાખ પોલીસ, સેનાના 15 લાખ જવાનો તેમજ, ક્લીનર્સ અને ટીચર્સનો પણ તેમાં સમાવેશ થાય છે. કેન્સર, કિડની, ડાયાબિટિઝ, હાર્ટ પેશન્ટ , લિવરની બીમારીનો સામનો કરી રહેલા દર્દીઓને પણ રસી માટે પ્રાથમિકતા અપાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *