વીમા કંપનીઓ 5000ના પ્રિમિયમમાં આપી રહી છે 5 લાખનું કોરોના કવર, જાણવા માટે અહીં ક્લિક કરો

By | August 18, 2020

હાલ કોરોના વાયરસની સારવાર માટે સરકારે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જણાની મંજૂરી આપી છે, પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલોમાં ખુબ વધુ ખર્ચ થાય છે. જેણે ધ્યાનમાં રાખીને વીમા કંપનીઓ(Insurance) દ્વારા શરૂ કરવામાં આવેલી Corona Kavach Policy લોકો માટે વરદાન સાબિત થશે. વીમા કંપનીઓ ઉપરાંત હવે બેંક પણ આ પોલિસી બજારમાં લાવી રહી છે. આ માટે બેંક વીમા કંપનીઓ સાથે ભાગીદારી કરી રહી છે.

Canara Bankએ તાજેતરમાં ત્રણ વીમા કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. આ ત્રણ કંપનીઓમાં ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, બજાજ આલિયાન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ અને HDFC અર્ગો હેલ્થ ઇન્સ્યોરન્સ સામેલ છે.

50 હજારથી માંડીને 5 લાખનું કવર મળશે

આ પોલિસી અંતર્ગત વ્યક્તિ ન્યૂનતમ 50,000 રૂપિયાથી લઇને 5 લાખ સુધીનો કોરોના વીમો કરાવી શકે છે. આ પોલિસી વ્યક્તિગત અથવા પરિવાર માટે ખરીદી શકાય છે. આ બીમારીની સારવાર દરમિયાન હોસ્પિટલ બેડના ભાડાની સીમા નક્કી નથી અને તેને ઘર પર રહી 15 દિવસ સારવાર માટે પણ ઉપયોગ કરી શકો છો. આ પોલિસી હેઠળનો વીમા સમયગાળો મહત્તમ સાડા નવ મહિનાનો રહેશે.

તમને જણાવી દઇએ કે વીમા નિયામક IRDAIએ ઇન્સ્યોરન્સ કંપનીઓથી Corona Kavachના ગ્રુપ ઇન્સ્યોરન્સમાં સામેલ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેનાથી કંપનીઓ Corona Kavach પોલિસીને ગ્રુપ ઇન્સ્યોરન્સ તરીકે પણ રજૂ કરી શકશે. તેનો ફાયદો સીધી રીતે કોરોડો નોકરીયાત વર્ગના લોકોને થશે. તેનાથી સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ અને બીજા કારોબારી એકમોને તેમના કર્મચારીઓને કોરોનાથી બચાવવા માટે વીમા કવર આપવામાં મદદ મળશે.

10 જુલાઇથી લઇ શકો છો લાભ

10 જુલાઇએ શરૂ થયેલી ટૂંકા ગાળાની વ્યક્તિગત કોરોના કવચ આરોગ્ય વીમા પોલિસીને સારો પ્રતિસાદ મળ્યો છે. તમામ 30 સામાન્ય વીમા કંપનીઓએ આ ટૂંકા ગાળાની નીતિની ઓફર કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *