ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી વધી, પાકવીમા અંગે સમસ્યા સર્જાઈ

By | July 13, 2020

પાકધિરાણ અને પાકવિમાને લઇને કેન્દ્ર અને રાજ્ય સરકારની અસ્પષ્ટનીતિને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. એટલું જ નહીં, છેલ્લા કેટલાંક દિવસોથી આઇ પોર્ટલ જ બંધ હોવાથી ખેડૂતો ઓનલાઇન પ્રિમિયમ જ ભરી શકતા નથી. આ ઉપરાંત ઓનલાઇન ક્લેઇમ પણ કરી શકાતું નથી.

સામાન્ય રીતે ખેડૂતોને અગાઉનુ ધિરાણ 31મી મે  સુધી ચૂકવીને નવુ ધિરાણ લેવાનુ હતું.આ ઉપરાંત નવા ધિરાણ વખતે પ્રધાનમંત્રી પાક વિમા યોજના હેઠળ બે ટકા પ્રિમિયમ પણ કાપી વિમા કંપનીઓને જમા આપવાનું હોય છે. પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ એવો આક્ષેપ કર્યો કે,આ સમગ્ર પ્રક્રિયા આઇ પોર્ટલ પર ઓનલાઇન કરવાની હોય છે.

પરંતુ આ વખતે કોરોનાની મહામારીને કારણે ખેડૂતોની લોન ચુકવણી અને પાક ધિરાણ માટેની મુદત 31મી ઓગષ્ટ કરાઇ છે.જોકે,બેંકોએ સરકારી પરિપત્રની એસીતેસી કરીને તારીખો નક્કી કરી છે. 80 ટકા ખેડૂતોએ પાક ધિરાણની રકમ જમા કરાવી નવુ ધિરાણ મેળવીને પ્રિમિયમ બેંકોને જમા કરાવી દીધુ છે. પરંતુ આઇ પોર્ટલ બંધ હોવાથી બેંકોએ હજુ ખેડૂતોને વિમા પ્રિમિયમની પહોંચ સુધ્ધાં આપી નથી.

સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિને લીધે ખેડૂતોને નુકશાન થયુ છે.ઉત્તર ગુજરાતમાં ય ખેડૂતોને ઓછાવંતે ખેતીમાં નુકશાન થયુ છે ત્યારે આઇ પોર્ટ બંધ રહેતાં ખેડૂતોને વિમો મળશે કે કેમ તે એક સવાલ સર્જાયો છે. મોઢવાડિયાએ માંગ કરીછેકે, રાજ્ય સરકાર ખેડૂતોને નુકશાનપેટે વળતર ચૂકવે,પાકતવિમાના પ્રિમિયમની રકમ વીમા કંપનીમાં સમયસર ન જમા કરાવવાની ઘટનામાં તપાસ કરાવી જવાબદારો સામે પગલાં ભરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *