શું નાસ લેવાથી કોરોનાનો થાય છે ખાત્મો? હકીકત અહીં જાણો

By | October 4, 2020

સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ, મેસેજ, ટ્વીટ અને ઓડિયો-વીડિયો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે નાસ લઇ કોરોના વાયરસનો ખાત્મો કરી શકાય છે.

આ પ્રકારના જ એક મેસેજમાં દાવો કરવામાં આવ્યો કે કોરોના વાયરસ 3-4 દિવસ સુધી નાકમાં છુપાયેલો રહે છે અને પછી ફેફસાં સુધી પહોંચે છે. જેને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. માટે નાસ લઇને વાયરસને નાકમાં જ મારી નાખવો જરૂરી છે. ફોર્વડેડ કરવામાં આવી રહેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે 40°C પર વાયરસ અક્ષમ પડી જાય છે, 60°C પર વાયરસ નબળો પડી જાય છે કે માનવીની ઈમ્યુનિટી સિસ્ટમ તેનાથી લડી શકે છે અને 70°C પર વાયરસ મરી જાય છે.

એક વીડિયો જે વાયરલ થયો, તેમાં કુકરથી નાસ લેવાની રીત જણાવવામાં આવી અને દાવો કરાયો કે આ રીતે વાયરસ ખતમ થઇ જશે. આ વરાળ દ્વારા શાકભાજીને સેનેટાઇઝ કરવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

શું નાસ લેવાથી કોરોના વાયરસ મરી જશે?

લોકો માને છે કે વરાળના ગરમાવાથી કોરોના મરી જશે અને શરીર પર કોઈ અસર નહીં થાય. એક તરફ કેટલાક લોકો સાદા પાણીથી નાસ લઈ રહ્યા છે તો કેટલાક લોકો વિક્સ, સંતરા, લીંબુના છોતરાં, લસણ, ટી-ટ્રી ઓઈલ, આદુ, લીમડાના પાન વગેરે જેવા હર્બ્સનો ઉપયોગ કરી રહ્યા છે. આ બધા હર્બ એન્ટીમાઈક્રોબિયલ હોય છે જેથી લોકો માને છે વાયરસને મારવામાં અસરકારક સાબિત થશે.કેટલાક લોકો તો એવી સલાહ આપી રહ્યા છે કે 15-20 મિનિટ અથવા તો જેટલી વાર લઈ શકો તેટલી વાર વરાળ લો. જો કે, આ વાતની પુષ્ટિ CDC (સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન) અને WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) દ્વારા કરવામાં આવી નથી.

નાસ લેવાથી કોરોના વાયરસ ઉપચારનો દાવો સાચો નથી અને નહીં કે નાસ લેવાથી સંક્રમણના બચાવનો ઉપાયો છે. નાસ બંધ નાકને ખોલવામાં મદદ કરે અને જામેલા મ્યૂકસને ઢીલુ કરવામાં મદદ કરે છે. પણ ધ્યાન રાખો કે આ કોરોના સંક્રમણનો ઉપાય નથી.

દિલ્હીમાં ફોર્ટિસ હોસ્પિટલમાં પલ્મોનોલોજી વિભાગના ડાયરેક્ટર અને હેડ ડૉક્ટર વિકાસ મૌર્યએ કહ્યું કે નાક, સાઈનસ અને ગળાના કોઈપણ પ્રકારના વાયરલ ઈન્ફેક્શનમાં રેસ્પિરેટરી પેસેજને સાફ કરવા માટે નાસ લેવામાં આવે છે. નાસ લેવાથી જકડનમાં રાહત મળે અને ગળાને આરામ મળે છે. તેનાથી દર્દીઓની અમુક તકલીફોમાં આરામ મળવામાં મદદ મળી શકે છે, પણ તે વાયરસને મારી શકે નહીં.

નાસથી કોરોનાની સારવારના સવાલ પર WHO ફિલિપાઈન્સ તરફથી પણ કહેવામાં આવ્યું કે મીઠાના પાણીથી નાસ લેવામાં કોરોનાથી બચી શકાય નહીં.

આ પ્રકારનું કોઈપણ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે નાસ લેવાથી કોરોના વાયરસને નષ્ટ કરવાની પુષ્ટિ થઇ હોય.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ કહે છે કે પોતાને 25 ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાનથી એક્સપોઝ કરવું કોરોનાથી બચવાનો ઉપાય નથી. ડૉક્ટર મૌર્યે કહ્યું કે દવાઓની સાથે નાસ લઇ શકાય છે, પણ એ સમજવાની જરૂર છે કે નાસ વાયરસને મારશે નહીં.

સ્ટીમ થેરપીથી કોરોનાની સારવાર થાય છે તેવું CDC અને WHOએ સ્વીકાર્યું નથી.ઘણા સ્ટડીમાં સામે આવ્યું છે કે, શરદીના દર્દીઓને સ્ટીમ થેરપીથી કંઈ ખાસ ફાયદો થતો નથી, એવા દર્દીઓની સાપેક્ષમાં જે સ્ટીમ નથી લેતા. આ સ્ટડી JAMA (ધ જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ અસોસિએશન)માં 15 વર્ષ પહેલા પ્રકાશિત થયો હતો. જો કે, સામાન્ય શરદી-ખાંસી હોય તો નાસ લેવાની સલાહ ઘણા ડૉક્ટરો દ્વારા આપવામાં આવી છે. જેનું કારણ છે નાક અને ગળામાં જમા થયેલા મ્યૂકસ (જેનાથી કફ બને છે)ને પાતળું કરે છે અને શ્વાસ લેવામાં સરળતા રહે છે.શરદી થઈ હોય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે જેના લીધે શરીરમાં પૂરતો ઓક્સિજન પહોંચી શકતો નથી.

જેના કારણે શરીરમાં ભાર અને સ્ફૂર્તિનો અભાવ વર્તાય છે. એવામાં નાસ લેવાથી બંધ શ્વાસનળીઓ ખુલી જાય છે અને ઓક્સિજન શરીર સુધી પહોંચે છે અને રાહત મળે છે. જો કે, આ રાહત ટૂંકાગાળાની હોય છે.આજકાલ કોરોના વાયરસના કહેર વચ્ચે સોશિયલ મીડિયા પર સ્ટીમ થેરપીનો ખૂબ પ્રચાર થઈ રહ્યો છે. જેના કારણે લોકો દિવસમાં 2-3 વખત નાસ લેવા લાગ્યા છે.

સાથે જ સામાન્ય સમય કરતાં વધુ વખત સુધી નાસ લે છે. જે કેટલીક પરિસ્થિતિઓમાં હાનિકારક સાબિત થઈ શકે છે. કોરોના વાયરસ વધુ તાપમાનમાં મરી જાય છે આ માન્યતાને કારણે લોકો વધુ સમય સુધી નાસ લે છે. જે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

ખાસ કરીને આપણા ફેફસા માટે. આપણા ફેફસા શરીરમાં કોઈ ફુગ્ગાની જેમ કાર્ય કરે છે. જે શ્વાસ લેવાથી ફુલે છે અને છોડવાથી સંકોચાય છે. તે સોફ્ટ ટિશ્યૂના બનેલા હોય છે.વધુ ગરમ પાણીથી નાસ લેવાથી ચહેરાની ત્વચા શુષ્ક થાય છે.

સાથે જ ગળાની અંદરની ત્વચાના ટિશ્યૂ બળી શકે છે. જેના કારણે ગળામાં સોજો આવી શકે છે. પરિણામે શ્વાસ લેવામાં અને કોળિયો ગળવામાં તકલીફ થાય છે. તેની અસર રોગપ્રતિકારક શક્તિ પર થાય છે.
શું કોરોના વાયરસ 3-4 દિવસો સુધી નાકમાં છુપાઇ રહે છે?

SARS-CoV-2 મુખ્ય રીતે સંક્રમિત વ્યક્તિના છીંકવા કે ખાંસવા દરમિયાન બહાર નિકળેલી બૂંદોથી, સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે.

અપર રેસ્પિરેટરી ટ્રેક્સમાં પ્રવેશ પછી અહીં કોશિકાઓની લાઈનિંગના સૌથી બહારી લેયરથી અટેચ થાય છે. જ્યારે વાયરસ કોશિકાઓમાં પ્રવેશ કરી જાય છે કે બંધાઈ જાય છે તો તે રેસ્પિરેટરી ટ્રેક્ટ, ફેફસા, ડાઈજેસ્ટિવ ટ્રેક્ટની લાઈનિંગ, બ્લડ અને શરીરના બીજા અગત્યાના અંગોને પ્રભાવિત કરે છે.

SARS-CoV-2 ત્રણ ચાર દિવસો સુધી નાકમાં છુપાઇને રહે છે, તેને લઇ અત્યાર સુધી કોઈ રિપોર્ટ નથી. કોઈ અંગ વિશેષમાં કોરોના વાયરસ કેટલા દિવસો સુધી એક્ટિવ રહે છે, તેને લઇ સ્પષ્ટ જાણકારી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *