શું બાબા રામદેવની Coronil ખરેખર કોરોનાનો તોડ છે? જાણો અહીંયા

By | June 24, 2020

યોગગુરૂ બાબા રામદેવે મંગળવારે દાવો કર્યો હતો કે તેમની કંપની પતંજલિએ કોરોનાવાયરસ ના ઈલાજ ની પહેલી આયુર્વેદિક દવા બનાવી લીધી છે. રામદેવે કોરોનિલ નામની આ દવાને લોન્ચ કરી અને કહ્યું કે શ્વાસ સંબંધી બીમારીઓનો ઇલાજ માં મદદ કરશે અને કોરોના ના દર્દીઓ ની રિકવરી રેટ આ દવાથી 100 ટકા થઇ જશે.

હરિદ્વારમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બાબા રામદેવે કહ્યું કે આખી દુનિયા કોરોના નો ઇલાજ શોધી રહી છે અને અમને ગર્વ છે કે અમે કોરોનાવાયરસ નો ઇલાજ શોધી કાઢ્યો છે. તેમણે કહ્યું કે આ દવા ના ક્લિનિકલ ટ્રાયલમાં સ્પષ્ટ થયું છે કે આ દવા કોરોના ઇલાજમાં મદદરૂપ સાબિત થશે.

બાબા રામદેવ ના કહેવા મુજબ પતંજલિની દિવ્ય કોરોના કિટમાં ત્રણ વસ્તુ છે – કોરોનિલ, શ્વસારી વટી અને અણુતેલ. આમાં અશ્વગંધા, ગિલોય અને તુલસીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રામદેવ નું કહેવું છે કે આમાં 100 થી પણ વધારે તત્વોનો ઉપયોગ થયો છે જે પાચન શક્તિ વધારવામાં મદદ કરશે.

પતંજલિ નું કહેવું છે કે બે ટાણે ભોજન બાદ અડધા કલાક પછી બે ગોળીઓનું થોડા ગરમ પાણી સાથે સેવન કરવું. આ માત્ર 15 થી 80 વર્ષ ની ઉંમર વાળા લોકો માટે યોગ્ય છે. 6 થી 14 વર્ષની આયુ વાળા બાળકો માટે આ દવા નો અડધો ડોઝ આપવો.

બાબા રામદેવ નું કહેવું છે કે આ દવાનું ક્લિનિકલ કંટ્રોલ સ્ટડી દિલ્હી, અમદાવાદ અને બીજા અન્ય શહેરોમાં કરવામાં આવ્યું. એમાં 280 જેટલા દર્દીઓમાં થી 100 ટકા દર્દીઓ રિકવર થઈ ગયા. તેમણે કહ્યું કે આ દવાના ઉપયોગથી ત્રણ દિવસની અંદર જ 69 જેટલા રોગી પોઝિટિવ થી નેગેટિવ થઈ ગયા. કંપની પર ઊભા થયેલા સવાલો પર પતંજલિ નું કહેવું છે કે થોડાક દિવસોમાં જ કંપની તરફથી ટ્રાયલના આંકડાઓ સાક્ષી ના રૂપમાં જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ICMR અને આયુષ મંત્રાલયે પતંજલિના આ દાવાથી છેડો ફાડયો છે અને કંપનીને દવા ની તપાસ સુધી આનો પ્રચાર કરવાની મનાઈ કરી છે. આયુષ મંત્રાલયે પતંજલિને આદેશ કર્યો છે કે કોરોનાની દવાનો પ્રચાર ત્યાં સુધી નહીં થઈ શકે જ્યાં સુધી આ મુદ્દે તપાસ નથી થઈ જતી. મંત્રાલયનું કહેવું છે કે પતંજલિની કોરોનાની દવા, ઔષધી અને ચમત્કારિક ઉપચાર 1954 ના કાયદા હેઠળ વિનિયમિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *