12માં ધોરણમાં નાપાસ થયેલા મનોજ શર્મા પોતાની મહેનતે બન્યા IPS અધિકારી, પ્રેમિકાને દુનિયા બદલવાનું આપ્યું હતું વચન

By | June 25, 2020

‘હારે છે તે જ જે લડતા નથી’, આ પુસ્તક અનુરાગ પાઠકે તેમના સાથી મનોજ શર્મા ઉપર લખ્યું છે. મનોજ શર્માએ તેની ગર્લફ્રેન્ડને IPS બનવાનું વચન આપ્યું હતું અને પૂરું પણ કર્યું હતું. ચાલો વાંચીએ કેવી રીતે સંઘર્ષ વાળા માર્ગ પર ચાલીને લક્ષ્ય સુધી પહોંચવું…

મનોજ શર્માનો જન્મ મધ્ય પ્રદેશના મુરૈનામાં થયો હતો. નવમા, દસમા અને અગિયારમા ધોરણમાં તેમને સારું પરિણામ મળ્યું નહોતું. તેમણે કહ્યું કે આ માટે તેમણે કોપીનો આશરો લીધો હતો. પરંતુ 12 ની પરીક્ષામાં નકલ કરવી મુશ્કેલ હતી, તેથી તેઓ નિષ્ફળ ગયા. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે જણાવ્યું હતું કે 12 માંની પરીક્ષામાં પાસ થવા તેમણે ચોરી કરવાની તમામ તૈયારી કરી લીધી છે. પરંતુ તે સમયે ત્યાંના SDM એ શાળામાં નકલ ન થાય તે માટે ચુસ્ત વ્યવસ્થા ગોઠવી હતી.

SDMની સત્તા જોઈ મનોજને આવા શક્તિશાળી વ્યક્તિ બનવાનો વિચાર આવ્યો. તે 12 માં ધોરણમાં નાપાસ થયો હોવાથી, તે અને તેના ભાઈઓએ ટેમ્પો ચલાવ્યો. એક સમયની ઘટના છે, જ્યારે તેનો ટેમ્પો પકડાયો હતો, મનોજ SDM પાસે મદદ માંગવા ગયો હતો. જ્યારે તેઓ મળ્યા ત્યારે મનોજે તેમણે આ પોસ્ટ માટે કેવી રીતે તૈયારી કરી તે અંગેના સવાલ પૂછ્યા.

તે સમયે મનોજે SDM ને કહ્યું નહોતું કે તે 12 માં નાપાસ થયો છે. તેમને મળ્યાના થોડા દિવસ પછી તે ગ્વાલિયર આવ્યો. મનોજ પાસે પૈસા ન હોવાથી તે મંદિરમાં ભીખારી સાથે સૂતો હતો. તે દરમિયાન તેને લાઇબ્રેરીયન કમ પટાવાળાની નોકરી મળી.

ગ્રંથાલયમાં, ગોર્કી અને અબ્રાહમ લિંકન જેવા મુક્તિબોધ જેવા મોટા લોકો વિશે વાંચયું અને તેમણે કરેલા કાર્યને સમજયું. મનોજની SDM બનવાની તૈયારી શરૂ થઈ ગઈ હતી. તે એક છોકરી સાથે પ્રેમમાં હતો, પરંતુ તેની 12 માં નિષ્ફળતાને કારણે તેના હૃદય ની વાત કેહવાથી ડરતો હતો.

ત્યારબાદ તે ગ્વાલિયરથી દિલ્હી આવ્યો હતો. ત્યાં પણ મનોજ પાસે પૈસા ન હોવાને કારણે તેને કૂતરાની દેખભાળ રાખવાની નોકરી મળી. તે સમયે તેઓને કૂતરા દીઠ 400 રૂપિયા મળતા હતા. મનોજના સર દિવ્યકીર્તિએ તેની પ્રવેશ ફી ભરી હતી. પ્રથમ અટેમ્પ્ત માં તેણે ઘણી આસાની થી પાસ કરી દીધું પરંતુ બીજા અને ત્રીજા અટેમ્પ્ત માં પાસ થઈ શક્યું નહીં. ચોથી વાર પરીક્ષા પાસ કરી અને મેઇન્સ પહોંચી ગયા.

તેઓ અંગ્રેજીમાં નબળા હોવાથી, મેઇન્સમાં સમસ્યા હતી. તેઓ કહે છે કે તેઓ એક છોકરીને ચાહતા હતા અને તેને કહ્યું હતું કે જો તું મારો સાથ આપે તો હું દુનિયા બદલી શકું છું. આ રીતે, તેણે મેન્સને પણ ક્લિયર કરી અને આઈપીએસ બન્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *