દેશની પહેલી દબંગ મહિલા IPS અધિકારી જેણે ખુદ પ્રધાનમંત્રીની ગાડી ક્રેનથી ઉઠાવી લીધી હતી, આજે છે તેમનો જન્મદિવસ

By | June 9, 2020

દેશ ચલાવવાની જવાબદારી હકીકતમાં અધિકારીઓના હાથમાં હોય છે. જો અધિકારીઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવે તો દેશના પ્રગતિ કોઈ રોકી શકતું નથી. પરંતુ જે રીતે અધિકારીઓમાં ભ્રષ્ટાચારની વૃત્તિ વધી રહી છે, તેથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે. પરંતુ અમુક એવા પણ અધિકારીઓ છે જેમણે પોતાનું આખું જીવન દેશ સેવા માટે સમર્પિત કરી દીધું છે. આજે અમે તમને દેશની પહેલી મહિલા આઇપીએસ ઓફિસર કિરણ બેદી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

કિરણ બેદી નો જન્મ આજે એટલે કે ૯ જૂન ૧૯૪૯ માં પંજાબના અમૃતસરમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રકાશ પેશાવરીયા અને માતાનું નામ પ્રેમલતા છે. તેમણે પ્રાથમિક શિક્ષા સેક્રેડ હાર્ટ કન્વેન્ટ સ્કુલ, અમૃતસરમાં પૂરી કરી. તેઓ અંગ્રેજી ભાષામાં BA(hons) સાથે પોલિટિકલ સાયન્સમાં MA છે. તેમજ IIT દિલ્હીએ તેમને ડોક્ટરેટની પદવીથી સન્માન આપ્યું છે.

કિરણ બેદીને ટેનિસ રમવાનો શોખ છે. ટેનિસ રમતા-રમતા તેમણે અનેક પુરસ્કારો જીત્યા છે. તેઓ ઓલ-એશિયન ટેનિસ ચેમ્પિયનશિપ અને એશિયન લેડીસ ટાઈટલ વિજેતા પણ રહી ચૂકી છે.

જુલાઈ 1972માં ભારતીય પોલીસ સેવામાં ભરતી થયાની સાથે જ તેઓ દેશની પહેલી મહિલા આઈપીએસ અધિકારી બની. પોલીસ અધિકારી તરીકેના પોતાના કામને કારણે કિરણ બેદી હંમેશા ચર્ચાઓમાં રહ્યા છે. તેમણે નશીલા પદાર્થો પર નિયંત્રણ, યાતાયાત પ્રબંધન અને વીઆઈપી સુરક્ષા જેવા પ્રમુખ કામ કર્યા છે.

તેમને ક્રેન બેદી તરીકે પણ ઓળખવામાં આવે છે. દિલ્હી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતી વખતે તેમણે તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીની કારને ક્રેનથી ઉઠાવી લીધી હતી.

તિહાડ જેલમાં ફરજ બજાવતી વખતે તેમણે જેલ પ્રશાસન માં ઘણા મહત્વપૂર્ણ સુધારા કર્યા. કેદીઓના કલ્યાણ માટે જેલમાં નશા મુક્તિ અભિયાન ચલાવ્યું. જેના પરિણામ સ્વરૂપ તેમને રેમન મેગ્સેસે પુરસ્કાર અને જવાહરલાલ નેહરુ ફેલોશિપ થી પણ સન્માનિત કરવામાં આવ્યા. તેમણે નવજ્યોતિ ઇન્ડીયા ફાઉન્ડેશન અને વિઝન ફાઉન્ડેશન જેવા એનજીઓની પણ સ્થાપના કરી.

તેમને ઘણા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયા છે. જેમાં જર્મન ફાઉન્ડેશન નો જોસફ બ્યુજ પુરસ્કાર, નોર્વેનો એશિયા રિજન એવોર્ડ, અમેરિકાનો મોરિસન-ટોમ નીટકોક પુરસ્કાર અને ઇટાલીનો વુમન ઓફ ધ યર 2002 પુરસ્કાર સામેલ છે.

તેઓ અન્ના હજારેના ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન આંદોલનમાં પણ સામેલ રહ્યા હતા. પછી તેમણે ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા સ્વીકારી. 2015 ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેઓ મુખ્યમંત્રી પદના ઉમેદવાર રહ્યા હતા. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો. બીજેપી 70માંથી ફક્ત 3 સીટ જ જીતી શકી. ખુદ કિરણ બેદી પણ ચૂંટણી હારી ગયા.

૩૧ મે ૨૦૧૬ તેઓએ પોંડિચેરીના રાજ્યપાલ તરીકે શપથ લીધા. આ પહેલા તેઓ સ્ટાર પ્લસના શો કિરણ કી કચેરીમાં હોસ્ટ રહી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *