1) પીળા રંગનો પથ્થર: જો કિલોમીટર બતાવતા પથ્થર પર પીળો રંગ દેખાય તો તમે સમજી લો કે તમે નેશનલ હાઈવે પર સફર કરી રહ્યા છો. એટલે કે જે હાઈવે પર તમે સફર કરો છો. તે કેન્દ્ર સરકારે બનાવી છે અને આ હાઇવેના દેખરેખ ની જવાબદારી કેન્દ્ર સરકારની જ છે.
2) લીલા રંગનો પથ્થર: જ્યારે પથ્થર પર લીલો રંગ દેખાય ત્યારે તમારે સમજી લેવું જોઈએ કે તમે સ્ટેટ હાઇવે પર સફર કરી રહ્યા છો. સ્ટેટ હાઈવેને રાજ્ય સરકાર બનાવે છે અને આ હાઈવે ની દેખરેખ કરવાની જવાબદારી રાજ્ય સરકારની જ છે.
3) કાળો, વાદળી અને સફેદ રંગનો પથ્થર: જ્યારે તમને રસ્તા પર કાળો, વાદળી અથવા સફેદ રંગ ની પટ્ટી વાળો milestone દેખાય તો સમજી જજો કે તમે કોઈક મોટા શહેરના જિલ્લામાં આવી ગયા છો. સાથે જ તે રસ્તો આવવા વાળા જિલ્લાના નિયંત્રણમાં આવે છે. આ રસ્તાની દેખાભળ એ જ શહેર ના પ્રશાસન દ્વારા કરવામાં આવે છે.
4) લાલ/નારંગી રંગનો પથ્થર: જો તમને લાલ રંગનો પથ્થર દેખાય તો સમજી જાવ કે તે સડક પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના ની હેઠળ બનાવવામાં આવી છે. તેના દ્વારા ખબર પડે છે કે તમે કોઈ ગામડાં તરફ આગળ વધી રહ્યા છો.