કુમાર કાનાણીના પુત્રની મહિલા કોન્સ્ટેબલને ધમકી : 365 દિવસ સુધી ઉભી રાખીશ

By | July 11, 2020

સુરત રાજ્યના આરોગ્ય મંત્રી અને વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીનો પુત્ર એક મહિલા કોન્ટેબલને ધમકાવી રહ્યો હોય તેવી ઓડિયો ક્લિપ વાયરલ થતાં મોડી રાત્રે રાજકારણ મા ગરમાટો આવી ગયો હતો. સત્તાના નશામાં ચૂર બનેલા ઘારાસભ્યના પુત્રણે મહિલાને ૩૬૫ દિવસ સુધી ઊભી રાખવાની ધમકી આપવામાં આવતો મામલો પોલીસ ઇન્સ્પેક્ટર પાસે પહોંચ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ વરાછામાં એક મોટરસાઇક્લ

પ્રાપ્ત માહિતી મુજબ વરાછામાં એક મોટરસાઇક્લ ઉપર કેટલાક યુવાનો કરફ્યૂમાં બહાર નીકળ્યા હતા. ત્યારે વરાછામાં ફરજ બજાવતો એક મહિલા પોલીસ કોન્સ્ટબલે તેમને અટકાવ્યા હતાં અને કરયૂનો સમય હોવા છતાં કેમ બહાર નીકળ્યા છો તેવા સવાલો પુછતો યુવકો ઉશ્કેરાયા હતા અને પોલીસ સાથે જીભાજોડી કરવા લાગ્યા હતાં. બીજી તરફ આ યુવકો કુમાર કાનાણીના પુત્રના મિત્ર હતાં અને તેમણે કુમારભાઇના પુત્રને જ્યાં મગજમારી થઇ હતી તે સ્થળે બોલાવી લીધો હતો હતો. અહીં આ રાજનેતાના પુત્રએ પોલીસને ૩૬૫ દિવસ સુધી એક જ જગ્યા ઉપર ઊભી રાખવા માટેની ઘમકી આપતા મહિલા કોસ્ટેબલ ઉશ્કેરાયા હતા. બંને વચ્ચે બોલાચાલી થઇ હતી અને આ મામલો પોલીસ ઇન્સ્પેક્ટર સુધી પહોંચ્યો હતો.

મોડી રાત્રે આ ઓડિયો ક્લિપ ફરતી થઇ હતી જેને લઇને ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસ અધિકારીએ મહલિ કોસ્ટેબલને શાંતિ રાખવા માટે આદેશ કર્યો હતો. બીજી તરફ આ મહિલા કોસ્ટેબલે રાજકારણીઓના કારણે ખાખીના હાથ બંધાયેલા હોવાનું કહીને અફસોસ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર ઘટના અંગે મંત્રી કુમારભાઇcકાનાણીનો ટેલિફોનિક સંપર્ક કરી તેમની સાઇડ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે ફોન ઉપાડ્યો ન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *