આ ભારતીય ઉદ્યોગપતિએ કોરોનાની વેક્સિન શોધવા 3,300 કરોડ દાનમાં આપ્યા

By | July 11, 2020

ભારતીય મુળનાં બ્રિટિશ બિઝનેશમેન અને સ્ટીલ ટાયકુન લક્ષ્મી નિવાસ મિત્તલે Oxford University ને કોરોના વેક્સિન માટે 3.5 મિલિયન પાઉન્ડ (લગભગ 3300 કરોડ રૂપિયા)નું ફંડ આપ્યું છે. મિત્તલ પરિવારએ આ ફંડ ઓક્સફર્ડ યુનિવર્સિટીનાં vaccinology ડિપાર્ટમેન્ટને આપ્યો છે, આ Jenner Instituteનાં અંતર્ગત આવે છે, આ ફંડ બાદ હવે તેનું નામ Lakshmi Mittal and Family Professorship of Vaccinology થઇ ગયું છે.

વેક્સિનની દિશામાં આ ખુબ જ ઝડપથી કામ

જેનર ઇન્સ્ટીટ્યૂટની સ્થાપના 2005માં ઓક્સફર્ડ અને યુકે ઇન્સ્ટીટ્યુટ ફોર એનિમલ હેલ્થની સાથે પાર્ટનરશીપ કરવામાં આવી છે. આખી દુનિયામાં વેક્સિનનાં અભ્યાસને લઇને તેને ટોચની માનવામાં આવે છે, કોરોના રોગચાળામાં વેક્સિનની દિશામાં આ ખુબ જ ઝડપથી કામ કરી રહ્યું છે.

જેનર ઇન્સ્ટીટ્યુટનાં ડાયરેક્ટર

ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા ઇંગ્લેન્ડ, બ્રાઝિલ, અને દક્ષિણ આફ્રિકામાં કોરોના વેક્સિન હ્યુમન ટ્રાયલનું કામ પ્રગતિમાં છે, પ્રોફેસર Adrian Hil જેનર ઇન્સ્ટીટ્યુટનાં ડાયરેક્ટર છે. આ દાન આપીને લક્ષ્મિ મિત્તલે કહ્યું કે કોરોના રોગચાળા બાદ વિશ્વએ કોઇ પણ રોગચાળાને લઇને સંપુર્ણ રીતે તૈયાર રહેવું પડશે, આ રોગચાળાનાં કારણે બહું મોટા સ્તર પર સામાજીક અને આર્થિક નુકસાન થયુ છે.

રોગચાળા માટે અત્યારથી તૈયાર રહેવું પડશે

આ બાબતે જ્યારે મારી વાત પ્રોફેસર હિલ સાથે થઇ તો મને એ અનુભુતિ થઇ કે વેક્સિન બનાવવાને લઇને જે કાંઇ પણ કરી રહ્યા છે તે ખુબ જરૂરી છે, આપણે ભવિષ્યમાં આ પ્રકારે કોઇ પણ રોગચાળા માટે અત્યારથી તૈયાર રહેવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *