૨૬ વર્ષની ઉંમરે સંસદ, પછી મુખ્યમંત્રી, આવી છે યોગી આદિત્યનાથની રાજકીય યાત્રા

By | June 5, 2020

૧. ૨૬ વર્ષની ઉંમરે યોગી ગોરખપુર સીટ ના સાંસદ બન્યા. ‌‌‍‍‍૨. ૪૫ વર્ષની ઉંમરે યોગી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા. ૩. અવૈધનાથ એ અજય બિસ્ટને યોગી આદિત્યનાથ બનાવ્યા.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે ૪૮ વર્ષના થઈ ગયા છે. ઉત્તરાખંડમાં પૌડી ગઢવાલ ના પંચુર ગામમાં ૫ જૂન ૧૯૭૨માં જન્મેલા અજય સિંહ બિસ્ટ ગોરખપુર પહોંચી યોગી આદિત્યનાથ બન્યા. દેશના સૌથી મોટા રાજ્યના સિંહાસન પર યોગી બેઠા છે. માત્ર ૨૬ વર્ષની ઉંમરે સંસદ પહોંચવા વાળા યોગી આદિત્યનાથ ૪૫ વર્ષની ઉંમરે યુપીના સી.એમ. બન્યા. પ્રદેશના નહિ પરંતુ દેશના રાજકારણમાં હિંદુત્વના ચહેરા તરીકે ઓળખાય છે.

યોગી આદિત્યનાથનો જન્મ ઉત્તરાખંડમાં સામાન્ય રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ આનંદ સિંહ બિસ્ટ અને માતા નું નામ સાવીત્રી દેવી છે. યોગીએ ૧૯૮૯ માં ઋષિકેશના ભરત મંદિર ઇન્ટર કોલેજ માં બારમું ધોરણ પાસ કર્યું અને ૧૯૯૨માં હેમવતી નંદન બહુગુણા ગઢવાલ વિશ્વ વિદ્યાલયમાં ગણિતમાં બી.એસ.સી.ની શિક્ષા પૂરી કરી. વિદ્યાર્થી જીવનમાં જ તેઓ રામ મંદિર આંદોલનમાં જોડાઈ ગયા હતા.

૯૦ના દાયકામાં રામમંદિર આંદોલન દરમ્યાન જ યોગી આદિત્યનાથ ની મુલાકાત ગોરખનાથ મંદિર ના મહંત અવૈધનાથ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના એક કાર્યક્રમમાં થઈ હતી. તેના થોડા દિવસ પછી યોગી પોતાના માતા-પિતાને કહ્યા વગર ગોરખપુર પહોંચી ગયા અને સન્યાસ ધારણ કરવાનો નિર્ણય લેતા ગુરુ દીક્ષા લઈ લીધી. મહંત અવૈધનાથ પણ ઉત્તરાખંડના રહેવાસી હતા. જેઓએ અજયસિંહ બિસ્ટ ને યોગી આદિત્યનાથ બનાવવાનું કામ કર્યું.

ગોરખપુર મંદિરના મહંતની ગાંદી ના ઉત્તરાધિકારી બનવાના ૪ વર્ષ પછી જ મહંત અવૈજનાથે યોગી આદિત્યનાથ ને પોતાના રાજનૈતિક ઉત્તરાધિકારી પણ બનાવી દીધા. ગોરખપુર થી મોહન વૈધનાથ ૪ વાર સાંસદ રહ્યા, એ જ સીટથી યોગી ૧૯૯૮ માં ૨૬ વર્ષની ઉંમરે લોકસભા પહોંચ્યા અને પછી સતત ૨૦૧૭ સુધી ૫ વાર સાંસદ રહ્યા.

રાજકારણમાં કદમ રાખ્યા બાદ યોગી આદિત્યનાથ ની છબી એક કઠોર હિન્દુત્વવાદી નેતા તરીકે ઉભરી. સાંસદ રહેતા ગોરખપુર જિલ્લાને પોતાના નિયમ અનુસાર ચલાવ્યો અને ત્વરિત નિર્ણયોથી બધાને ચકિત કર્યા. આને કારણે ન તો યોગીના રાજકીય કિલ્લાને મુલાયમ સિંહનો સમાજમવાદી ભેદ મળ્યો ન તો માયાવતીની સોશિયલ એન્જિનીયરિંગ કામ આવી. ગોરખપુરમાં યોગીના હિન્દુત્વ કાર્ડ નું પ્રભુત્વ રહ્યું.

હિન્દુ યુવા વાહિની બનાવી

યોગી આદિત્યનાથે હિન્દુ યુવા વાહિની નું નિર્માણ કર્યું જે ગૌ સેવા કરે છે અને હિન્દુ વિરોધી ગતિવિધિઓનો સામનો કરવા માટે બનાવી છે. હિન્દુ યુવા વાહિની એ ગોરખપુરમાં એવો માહોલ તૈયાર કર્યો જેનાથી આજ સુધી એને કોઈ ચુનોતી આપી શકયું નથી. યોગી આદિત્યનાથે એક તેજસ્વી રાજકારણી તરીકે તેમની છબી બનાવી હતી.

યોગી આદિત્યનાથ ની સૌથી મોટી એ ખાસિયત છે કે તે જનતા સાથે સીધો સંવાદ કરવામાં માને છે. ૨૦૧૭ માં બીજેપી ને મોટો બહુમત મળ્યો હતો સીએમ માટે કેટલાક ચહેરા દાવેદાર હતા, પરંતુ બાજી યોગીના હાથે લાગી. યોગીએ મુખ્યમંત્રી બન્યા બાદ પોતાના નિર્ણયથી પોતાની રાજનૈતિક ઇચ્છાને જાહેર કરી દીધી. જો કે પ્રદેશમાં થયાં ઍનકાઉન્ટર ના કારણે વિપક્ષોએ આંગળીઓ પણ ઉઠાવી, પરંતુ કાનુન વ્યવસ્થા પર સખત એવા યોગી પર એનો ખાસ પ્રભાવ પડ્યો નહીં. કોરોના સંકટમાં સીએમ યોગી સક્રિય નજર આવ્યા છે, જેથી તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *