રાજ્યમાં હવે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું

By | August 17, 2020

હાલ રાજ્યમાં કોરોનાથી બગડતી પરિસ્થતિ ધ્યાનમાં રાખીને ફક્ત કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનની અવધિમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કન્ટેનમેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સરકારની ગાઇડલાઇન મુજબ પ્રવૃત્તિ ચાલુ રહેશે. જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. જયારે હોટલ રેસ્ટોરન્ટ માટે પાર્સલ સેવા સુવિધાની સમય મર્યાદા દૂર કરવામાં આવી છે.

અનલોક-1 માં મળેલી છૂટ :-

 1. સાંજના 7 વાગ્યા સુધી જ વ્યાપાર-ધંધા ચાલુ રાખવાની છૂટ
 2. રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ
 3. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં 60 ટકા બેઠક વ્યવસ્થા સાથે ST બસ સેવા શરૂ કરી
 4. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે ઓફિસો શરૂ થઈ
 5. મોલ, હોટેલ, રેસ્ટોરાં ખોલવાની છૂટ આપી
 6. સમગ્ર રાજ્યમાં 50 ટકા સિટિંગ સાથે સિટી બસ સેવા ચાલુ કરી
 7. ટુ-વ્હીલર પર બે વ્યક્તિને બેસીને જવાની છૂટ આપી
 8. ફોર વ્હીલરમાં 1+2 અને મોટી ફોર વ્હીલરમાં 1+3નો નિયમ યથાવત રાખ્યો હતો
 9. કન્ટેઇન્ટમેન્ટ ઝોન સહિત સમગ્ર રાજ્યમાં ફુલ સ્ટાફ સાથે બેન્ક પણ ચાલુ કરી
 10. સચિવાલય અને સરકારી કચેરીઓ સંપૂર્ણપણે શરૂ કર્યા

અનલોક-2 માં મળેલી છૂટછાટ :-

 1. અનલોક 2માં કર્ફયુનો રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી અમલ કરાવ્યો હતો.
 2. દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા છૂટ આપી
 3. હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખવાની છૂટ આપી હતી

અનલોક-3માં મળેલી છૂટછાટ :-

 1. રાત્રી કર્ફ્યુમાંથી સંપૂર્ણ પણે મુક્તિ આપવામાં આવી
 2. દુકાનો 8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખવા છૂટ
 3. 5 ઓગસ્ટથી જીમ અને યોગ સેન્ટર ખોલવા છૂટ આપી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *