સી.આર. પાટીલની કેસરી જમાતે ભાજપના દિગ્ગજ નેતાઓનો ભરડો લીધો, અનેક નેતાઓ કોરોનાગ્રસ્ત

By | August 31, 2020

સી.આર. પાટીલ ભાજપના પ્રદેશ પ્રમુખ બનતા જાણે ગુજરાત ભાજપે ઉપાડો લીધો છે. તેમની ઠેર-ઠેર રેલીઓ યોજાઈ રહી છે. આ રેલીઓમાં ભાજપના લાલચુ કાર્યકર્તાઓ પદ અને ટિકિટની લાલચમાં કીડા-મંકોડાની જેમ ઉમટી પડે છે. રેલીઓમાં સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્કનું પણ ધ્યાન રાખવામાં આવતું નથી. આમ કરીને પોતાની સાથે જનતાનો જીવ પણ જોખમમાં મૂકે છે. પોલીસ પણ તેમની પાસે દંડ ઉઘરાવાનું તો દૂર, તેમની સુરક્ષામાં ઉભી હોય છે. પોલીસના પણ હાથ સત્તા બાંધી દેતી હોય છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

આ રેલીમાં સુરતના મજૂરાગેટના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ ઉત્સાહભેર જોડાયા હતા. તેઓ જાણે જાનમાં આવ્યા હોય તેવા ઉત્સાહે ગરબે ઘૂમી રહ્યા હતા. સોશ્યિલ ડીસ્ટન્સનું પાલન કરોની સલાહ આપનાર હર્ષ સંઘવી પોતે ગરબામાં ભાન ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું હતું. એવામાં કોરોનાથી સંક્રમિત થતા તરત જ હર્ષ સંઘવીએ પોતાની સાથે જોડાયેલા અને સંપર્કમાં આવનારા તમામને કોરોના ટેસ્ટ કરાવવા અને હોમ ક્વોરોન્ટાઈન થવાની અપીલ કરી છે.

આ ઉપરાંત સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલા, તેમના પત્ની અને પુત્ર કોરાના પોઝિટીવ આવ્યા છે અને હાલ સારવાર હેઠળ છે. ભાજપના બે કોર્પોરેટર હિતેશભાઈ ગામીત અને રમેશ ઉકાણી પણ કોરોનાના સંક્જામાં આવી ચૂક્યા છે. તો પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીના મોટાભાઈ તથા સસરાં કોરોનાની સારવાર દરમિયાન સ્વસ્થ થઈ શક્યા નહિં. આમ જાહેરજીવન સાથે જોડાયેલા આગેવાનો કોરાનાથી સંક્રમિત થઈ રહ્યાં છે.

હર્ષ સંઘવી બાદ હવે સૌરાષ્ટ્રમાં પાટીલને ખુશ કરવા રેલીમાં જોડાયેલા MLA અરવિંદ રૈયાણી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. છેલ્લા 4-5 દિવસથી તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રેલી દરમિયાન તેઓ અનેક કાર્યકર્તાઓના સંપર્કમાં આવ્યા હતા.

ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લાના અધ્યક્ષ આર.સી પટેલને કોવિડ 19 ટેસ્ટ પોઝિટિવ આવતા દોડધામ મચી ગઇ છે. તેઓના જણાવ્યા મુજબ છેલ્લા ૭ દિવસ માં આવેલ તમામ લોકોને હોમ કોરોન્ટાઇન થવું તેમજ જરૂર જણાય તો ટેસ્ટ પણ કરાવવા માટે જણાવવામાં આવ્યું છે. બાવળા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આવી પોસ્ટ ફેસબુક પર મુકતા બાવળા નગરમાં દોડધામ મચી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *