માસ્કના દંડથી સરકારની તિજોરી ભરાણી : 100 દિવસમાં 60 કરોડ દંડ ઉઘરાવ્યો

By | October 10, 2020

જીવલેણ કોરોના વાઈરસની (Corona Virus) કોઈ વૅક્સીન (Corona Vaccine)ના શોધાય, ત્યાં સુધી તકેદારી દાખવવી તે એક માત્ર ઉપાય છે. કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે સરકારે દરેક જણને માસ્ક પહેરવાનો આદેશ આપ્યો છે. જો કોઈ માસ્ક નથી પહેરતુ તેને દંડ (Mask Fine In Gujarat)કરવામાં આવે છે.

કોરોના મહામારીથી લોકોને બચાવવા માટે સરકારે તમામ માસ્ક પહેરવાનો આદેશ આપ્યો છે અને જો કોઈ માસ્ક નથી પહેરતું, તે તેને દંડ (Mask Fine In Gujarat) કરવામાં આવે છે. જો કે હવે આ દંડ (Mask Fine In Gujarat) પ્રજાજનો પર એક ભારરૂપ બનીને રહી ગયો છે. 10 રૂપિયાનું આ માસ્ક ના પહેરવાના કારણે ગુજરાતના નાગરિકોએ છેલ્લા 3 મહિનામાં 60 કરોડ રૂપિયાનો દંડ (Mask Fine In Gujarat)સરકારના રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવ્યો છે.

હકીકતમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં લોકો કોરોના સંકટમાં તકેદારીઓ નથી દાખવી રહ્યાં. જ્યારે હેલ્થ એક્સપોર્ટ્સનું કહેવું છે કે, આવા કપરા સમયમાં જાહેર સ્થળો પર થૂંકવાથી બચવું જોઈએ અને હંમેશા મોઢું ઢંકાય તેમ માસ્ક પહેરવું જોઈએ, નહીં તો કોરોના ફેલાઈ શકે છે.

અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓ કોરોના સંકટ સામે જજૂમી રહ્યાં છે અને સરકાર તરફથી જાહેર કરેલી કોવિડ ગાઈડલાઈનનું (Covid Guideline) સરેઆમ ઉલ્લંઘન કરે છે. આથી જ આવા બેદરકાર લોકોને સબક શીખવવા માટે સરકાર તરફથી આકરો દંડ (Mask Fine In Gujarat) ફટકારવાનો નિર્ણય કર્યો છે.

કોરોનાથી પરેશાન પ્રજાજનો પાસેથી માસ્ક ના પહેરવા અને પબ્લિક પ્લેસમાં થૂંકવા બદલ દંડ વસૂલવામાં આવે છે. 1 જુલાઈથી શરૂ થયેલા દંડ વસૂલવાની કામગીરીને આજે 100 દિવસ થઈ ચૂક્યાં છે.

આ 100 દિવસોમાં અનેક લોકોએ નિયમ ભંગ કરવા બદલ દંડાયા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢ જેવા શહેરી વિસ્તારોમાં ખાસ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં, જ્યાં કોરોના સંક્રમણનું સૌથી વધુ જોખમ છે, ત્યાં પોલીસ સખ્તી પૂર્વક દંડ વસૂલ કરે છે.

100 દિવસમાં ₹ 60 કરોડનો દંડ (Mask Fine In Gujarat)
આ અંગે ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું કે, ટ્રાફિક અને શહેર પોલીસ દરરોજ અંદાજિત 2000 લોકો પાસેથી દંડ વસૂલે છે. આ સિવાય પ્રતિદિન 100 જેટલી ગાડીઓ ડિટેઈન પણ કરવામાં આવે છે. લોકોનું સ્વાસ્થ્ય ઠીક રહે, તે માટે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા દરરોજ લોકોને માસ્ક પહેરવા માટે જાગૃત કરવામાં આવે છે. આમ છતાં અનેક ગુજરાતીઓને આ વાત સમજાઈ નથી રહી અને તેઓ સરકારની તિજોરી ભરી રહ્યાં છે. છેલ્લા 100 દિવસોમાં ગુજરાતીઓએ 60 કરોડ રૂપિયા નિયમ ભંગ કરવાના આપ્યાં છે.

ગુજરાતમાં માસ્ક નહીં પહેરવા અને જાહેરમાં થૂંકવા માટે નાગરિકો દંડપેટે 60 કરોડ રૂપિયા ગુજરાત સરકારની તિજોરીમાં જમા કરાવી ચૂક્યાં છે. અમદાવાદ શહેરમાં પોલીસ દરરોજ માસ્ક વગર નીકળતાં કે જાહેરમાં થૂંકતાં લોકો ત્રણ મહિનામાં 18 કરોડ રૂપિયા વસૂલી ચૂકી છે. તા.૧ જુલાઈથી તા.૮-10-2020ના રોજ 100 દિવસ થઈ રહ્યાં છે. આ 100 દિવસમાં ગુજરાત સરકારે માસ્ક નહીં પહેરતાં કે જાહેરમાં થૂંકતા નાગરિકો પાસેથી 60 કરોડના ધરખમ દંડની વસૂલ કરી છે.

ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ ઉમેર્યું કે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર, જુનાગઢ સહિતના શહેરી વિસ્તારોમાં વિશેષ કાર્યવાહી થઈ રહી છે. ખાસ કરીને લોકોની ભીડ વિશેષ થતી હોય તેવા વિસ્તારોમાં માસ્ક પહેર્યા વગર નીકળતાં લોકોના કારણે કોરોના સંક્રમણ થવાનો ખતરો રહે છે. આવા લોકો પાસેથી પોલીસ દંડ વસૂલાત કરી રહી છે. ઉલ્લેખનિય છે કે, ૧ જુલાઈથી માસ્ક અને જાહેરમાં થૂંકનાર પાસેથી દંડ વસૂલાત શરુ કરવામાં આવી છે. પ્રારંભે રૂ.200 દંડ વસુલવામાં આવતો હતો ત્યારબાદ હાઈકોર્ટના હૂકમ પછી તે અત્યારે રૂ.1000 છે.

જનજાગૃતિ માટે ટ્રાફિક પોલીસની 56 બાઈકમાં એનાઉન્સમેન્ટ લોકો માસ્ક પહેરે તે માટે ટ્રાફિક પોલીસ ખાસ તકેદારી લઈ રહી છે. માસ્કની જનજાગૃતિ માટે ટ્રાફિક પોલીસની ૫૬ ખાસ પ્રકારની બાઈકમાં પબ્લિક એનાઉન્મેન્ટ સિસ્ટમ લગાવાઈ છે. બાઈકમાં માઈક દ્વારા લોકોને જાણકારી આપવામાં આવે છે કે, કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવા ફરજીયાત છે. આમ છતાં, નિયમભંગ કરનાર પાસેથી દંડ વસૂલાત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *