કોરોનાના આંકડા બે કાબૂ થતા તમારા શહેરોમાં માઈક્રો લોકડાઉન લાગી શકે છે, સરકારનો આ છે પ્લાન

By | July 16, 2020

કોરોના વાયરસના ફેલાવો દેશ માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. ત્યારે દેશમાં ભરી લોકડાઉન લાગવાની અટકણોને લઈને સરકાર દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે દેશમાં ફરી લોકડાઉન નહીં થાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે ફરીથી લોકડાઉન નહીં થાય એ વાતની સ્પષ્ટતા કરી છે.

તેમણે કહ્યું કે દેશમાં ફરી લોકડાઉનની જરુર નથી. રાજ્યોની સાથે કન્ટેનમેન્ટ જોન પર ફોકસ વધારવાનું કામ થઈ રહ્યુ છે. ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના જ અન્ય અધિકારીઓએ જણાવ્યું કે કોરોના વાયરસના વધવાનાને લઈને માઈક્રો લોકડાઉનના અધિકાર રાજ્યો પાસે છે.

એક વરિષ્ઠ નિર્દેશકે જણાવ્યુ કે જો કોઈ રાજ્યના એક વિસ્તારમાં, ગામ કે શહેરમાં કેસ ઝડપી રીતે વધી રહ્યા છે તો તે વિસ્તારમાં થોડા દિવસો માટે લોકડાઉન લગાવી શકે છે. જેમાં મધ્ય પ્રદેશના દર રવિવારે,ઉત્તર પ્રદેશમાં શનિવારે અને રવિવારની નીતિ પર કામ શરુ કરી દેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના પુણેમાં લોકડાઉન શરુ થયું છે. આને માઈક્રો લોકડાઉનનું નામ આપવામાં આવ્યું છે. જોકે છેલ્લી કેટલીક ભૂલોને જોઈને શીખતા કેટલીક કડકાઈ વર્તવાની જરુર છે. 24 માર્ચના જનતા કર્ફ્યુને અને તેની રાતથી 12 વાગ્યાથી 31 મે સુધી લોકડાઉનની અલગ અલગ સ્તર બાદ અનલોકની સ્થિતિમાં છે.

મળતી માહિતી મુજબ રાજ્ય અને કેન્દ્રશાસિસ પ્રદેશોને કહેવામાં આવ્યું છે કે જો કોઈ ગલી, મોહલ્લા કે કોલોની માં કેસ વધે છે તો ત્યાં તમે માઈક્રોલોકડાઉન લગાવી શકો છો. જે કેટલાક કલાકો અને દિવસ માટે હોય છે. યુપી, બિહાર, એમપી અને મહારાષ્ટ્રની જેમ દિલ્હીમાં વીક એન્ડ કે કેટલાક દિવસો માટે લોકડાઉનની જરુર નથી. સ્થિતિ સુધારા પર છે. ત્યારે રાજ્યમાં હાલ કેન્ટોનમેન્ટ ઝોનમાં કડકાઈ બતાવવાની સલાહ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *