મોદી સરકાર આપી રહી છે સસ્તું સોનું તેમજ સાથે મળશે વાર્ષિક વ્યાજ, આ છે છેલ્લી તારીખ

By | September 2, 2020

છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર ફિઝીકલ સોનાની ડિમાન્ડને ઓછી કરવા માટે એક ખાસ યોજના ચલાવી રહી છે. તેનું નામ સુવર્ણ બોન્ડ યોજના છે. આ યોજના હેઠળ ફરી એક વખત કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર સોનું વેચી રહી છે.

RBI નક્કી કરે છે કિંમત

તમને જણાવી દઈએ કે, સરકાર બોન્ડ પર સોનું વેચે છે. આ સોનાની કિંમત રિઝર્વ બેન્કની દ્વારા નક્કી કરવામાં આવે છે. રિઝર્વ બેન્ક સમય-સમય પર આ સોનાની કિંમત જાહેર કરે છે. જે બજારમાં હાજર ફિઝીકલ ગોલ્ડ અનુસાર સસ્તી અને સુરક્ષિત હોય છે. આવો જાણીએ આ સ્કીમ હેઠળ મળતા સોનાની નવી કિંમતો વિશે.

એક બોન્ડની કિંમત 5,117 રૂપિયા

રિઝર્વ બેન્કે આ વખતે એક સુવર્ણ બોન્ડની કિંમત 5,117 રૂપિયા પ્રતિ ગ્રામ જાહેર કરી છે. સ્વર્ણ બોન્ડની ખરીદી માટે ડિજીટલ પેમેન્ટ કરવા પર પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છુટ મળશે. આવા રોકાણ માટે બોન્ડની કિંમત 5,067 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.

4 સપ્ટેમ્બરે છે અંતિમ તારીખ

આ સ્કીમ 31 ઓગસ્ટે ખુલીને ચાર સપ્ટેમ્બરે બંધ થશે. મતલબ એ છે કે તમે આ વખતે સોનાની ખરીદી કરી શકશો. ન્યૂનતમ એક ગ્રામની ખરીદી કરવામાં આવી શકે છે. આ ખરીદી માટે તમને પોતાની બેન્ક, બીએસઈ, એનએસઈની વેબસાઈટ અથવા પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે.

ઘરે બેઠા ખરીદી શકાય છે

અહીંથી ડિજીટલ રીતે ખરીદી શકાય છે. આ એક પ્રકારનું સિક્યોર રોકાણ છે કારણ ન તો પ્યોરિટીની ચિંતા રહે છે અને ન તો સિક્યોરિટીની ઝંઝટ છે.

6.13 ટનના સુવર્ણ બોન્ડ લોન્ચ કર્યા

તમને જણાવી દઈએ કે વર્ષ 2019-20માં રિઝર્વ બેન્કે દસ હપ્તામાં કુલ 2,316.37 કરોડ રૂપિયા એટલે કે 6.13 ટનના સ્વર્ણ બોન્ડ જાહેર કર્યા. ત્યાં જ કોરોના કાળમાં સતત 6 મહિનાથી બોન્ડ જાહેર કરવામાં આવી રહ્યા છે.

હાલ સોનાની ડિમાન્ડમાં ઘટાડો

કહેવાનો મતલબ એ છે કે આ વખતે રોકાણ કારો ચૂકી ગયા બાદ અમુક મહિનાઓની રાહ જોવી પડી શકે છે. જણાવી દઈએ કે સ્કીમ લોન્ચ કરવાનો હેતુ આયાત અને ફિઝીકલ સોનાની ડિમાન્ડમાં પણ કમી કરવાનો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *