શ્રેય હોસ્પિટલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 8 પરિવારોની સહાય માટે મોરારી બાપુએ કરી જાહેરાત

By | August 8, 2020

અમદાવાદના નવરંગપુરા સ્થિત આવેલી શ્રેય હોસ્પિટલમાં બુધવાર રાતે અજાણ્યા કારણોસર આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત નિપજયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટિમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ અને ફાયર ફાયટરોએ હોસ્પિટલના સ્ટાફની મદદથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 41 લોકોને બચાવીને તેઓને સારવાર માટે અમદાવાદની SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ દુર્ઘટનાના પડઘા છેક સુરત સુધી પડ્યા હતા. તંત્ર દ્વારા અલગ-અલગ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડમાં અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને 8 લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે, ત્યારે સમગ્ર ઘટનાને પગલે પ્રસિદ્ધ રામ કથાકાર મોરારી બાપુએ મૃતકોના પરિવારજનોને 5-5 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. મોરારી બાપુ દ્વારા જાહેર કરવામાં આવેલી 5 હજાર રૂપિયાની રકમ એટલે કે, 40 હજાર રૂપિયા મુકેશ પટેલ દ્વારા અમદાવાદમાં પહોંચાડવામાં આવશે. તો બીજી તરફ મોરારી બાપુએ હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરીને લોકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

મોરારી બાપુએ મૃતકોના પરિવારજનોને 5 હજારની સહાય કરવા બાબતે પ્રેસનોટ જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, અમદાવાદની હોસ્પિટલમાં આગની દુર્ઘટના બનવા પામી હતી. જેમાં 8 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા અને અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. 8 હતભાગી મૃતકોના પરિવારજનોને હનુમાનજીના સાંત્વના રૂપે મોરારી બાપુએ પ્રત્યેક મૃતકને 5 હજાર રૂપિયાની સહાય મોકલાવેલ છે. કુલ 40 હજાર રૂપિયાની સહાયતા રાશિ મોકલવામાં આવશે જે અમદાવાદથી મુકેશ પટેલ દ્વારા પહોંચતી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મોરારીબાપુએ રામમંદિર મારે પણ 5 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. તેમને મંદિર નિર્માણ માટે 16 કરોડથી વધુ રૂપિયા એકઠા પણ કર્યા હતા. જો કે, આમ છતાં તેમને શિલાન્યાસ કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું નહોતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *